ગાંધીનગર Gossip / કોંગી ધારાસભ્યોના રાજીનામાંની રાતે ગૃહમંત્રીએ બુલેટ ચલાવી ધાનાણીના માણસનો પીછો કર્યો

Home Minister Pradeep Singh chases Dhanani man on the night of the resignation of Congress legislators

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યા છે. આ રાજીનામાના ઘટનાક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોઈનો પીછો કરતા હોય તેવી રસપ્રદ ઘટના બહાર આવી છે. મંત્રી બંગલોના રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપીને આવેલાં સોમા ગાંડા સાથે વાત કરવા પરેશ ધાનાણીના કાર્યાલયનો માણસ પ્રદિપભાઈના બંગલે પહોંચ્યો હતો. જોકે, થયું એવું કે આ માણસ સોમા ગાંડાને મળી શક્યો નહીં. પણ તે પ્રદિપસિંહના બંગલેથી પાછો ફરતા તેનો જ પીછો કરવા ગૃહરાજ્ય મંત્રી પોતે ગયા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ