Home Minister Amit Shah's visit to Gujarat on January 15
પ્રવાસ /
અમિત શાહ આ વર્ષે પતંગ નહીં ઉડાડે, 15મી જાન્યુઆરીએ ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે
Team VTV11:04 PM, 12 Jan 22
| Updated: 11:13 PM, 12 Jan 22
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 15 જાન્યુઆરીએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે, કોરોનાને કારણે પતંગ નહીં ઉડાડે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે ગુજરાત
અમિત શાહ 15 જાન્યુઆરી ગુજરાત આવશે
આ વર્ષે કોરોનાને કારણે પતંગ નહીં ઉડાડે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 1 દિવસિય પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 15 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે તેમાં રાજભવન ખાતે પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમમાં ભાગ લેશે.
ગુજરાત ચૂંટણીને લઇ અગ્રણી નેતાઓ સાથે કરી શકે છે બેઠક
15 જાન્યુઆરીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસની મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક કરશે. તેમજ ગુજરાત ચૂંટણીને લઇ અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરે તેવુ પણ સંભાવના છે. ગુજરાતમાં કોરોના કેસો પૂર ઝડપે વણસી રહ્યા છે તેને ધ્યાને લઈ આ વર્ષે ગૃહમંત્રી અમિત શાહ પતંગ નહીં ઉડાડે. મહત્વનું છે કે અમિત શાહ પરિવાર સાથે ગુજરાતના કોઈ પણ મોટા તહેવારમાં ખુદ હાજરી આપી તેને ઉજવતા હોય છે. આ પહેલા તે નવરાત્રિમાં પોતના વતન જઈ માતાજી સમક્ષ માથું ટેકાવ્યું હતું. જે પછી અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.
(જૂની તસવીર)
PM મોદી માર્ચમાં ગુજરાત આવે તેવી સંભાવના
ગુજરાત ભાજપ અત્યારથી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ ગયું છે. PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે માર્ચ મહિનાથી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદીના માર્ચ મહિનાથી ચૂંટણી સુધી 12 જેટલા પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંતમાં પ્રવાસ ગોઠવવામાં આવશે. કેટલાક વિકાસ કાર્યોના ખાત મુહૂર્તમાં આવશે તો કેટલાક લોકાર્પણ કામે પણ વડાપ્રધાન મોદી આવશે તો જ્યારે ચૂંટણી હશે ત્યારે ક્લસ્ટર મુજબ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. જેમાં મહિલા મોરચા, યુવા મોરચાના મહાસંમેલન થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માર્ચનો આ પ્રવાસ ચૂંટણીલક્ષી હશે તેવુ મનાઈ રહ્યું છે.