બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હોમ લોન લેવાનું વિચારો છો? આ સરકારી બેંકે વ્યાજ દર ઘટાડ્યા, સાથે પ્રોસેસિંગ ફી પણ માફ

વ્યાજ / હોમ લોન લેવાનું વિચારો છો? આ સરકારી બેંકે વ્યાજ દર ઘટાડ્યા, સાથે પ્રોસેસિંગ ફી પણ માફ

Last Updated: 04:21 PM, 23 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 7 ફેબ્રુઆરીએ પાંચ વર્ષ બાદ રેપો દરમાં 0.25 % નો ઘટાડો કરી 6.25% કરવામાં આવ્યો હતો. આ દર પર બેંકો કેન્દ્રીય બેંક પાસેથી લોન લે છે. રેપો રેટમાં ઘટાડા બાદ દેશની વિવિધ બેંકો દ્વારા લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ દેશની જાહેર ક્ષેત્રની બેંકોએ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. વ્યાજ દરમાં ઘટાડો થયા બાદ બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સમાચાર મળ્યા છે કે તેમની બેંકએ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડા બાદ બેંકના ગ્રાહકોને ઘણી રાહત મળશે. નિષ્ણાતોનું માનવું છે કે આવતા દિવસોમાં આરબીઆઈ વધુ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે.

સસ્તી હોમ લોન

સરકારી બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમ અને કાર લોન સહિત તમામ રિટેલ લોનના વ્યાજ દરમાં 0.25% સુધીનો ઘટાડો કર્યો છે. આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંક ઓફ મહારાષ્ટ્રએ આ પગલું ભર્યું છે. હવે હોમ લોન માટે બેંકનો બેન્ચમાર્ક રેટ 8.10% થઈ ગયો છે, જે ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં સૌથી ઓછા વ્યાજ દરોમાંથી એક છે.

loan-2

પ્રોસેસિંગ ફી

કાર લોન માટે વ્યાજ દર હવે 8.45% થઈ ગયો છે. એ જ રીતે, એજ્યુકેશન લોન અને રેપો-લિંક્ડ લોન રેટ પર પણ 0.25% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે ઘર અને કાર લોન પર પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. ઓછો વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી માફીથી ગ્રાહકોને બે ગણો ફાયદો થઈ શકે છે.

વધુ વાંચો : શેરબજારમાં ભયંકર મંદીના એંધાણ! વિદેશી રોકાણકારોએ ઉપાડ્યા 23710 કરોડ રૂપિયા

અંતરરાષ્ટ્રીય બેંકિંગ

આ ઉપરાંત, પુણે સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્રને ગિફ્ટ સિટી ગાંધીનગરમાં એક આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટ સ્થાપવા માટે આરબીઆઇની મંજૂરી મળી છે. આ શાખા ભારત બહાર ઑફશોર બેંકિંગ ઓપરેશન ચલાવતી બેંક ઓફ મહારાષ્ટ્રની પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા બનશે. જે બેંકના આંતરરાષ્ટ્રીય વ્યાપારને વિસ્તૃત કરવામાં સહાય કરશે અને ગ્રાહકો માટે વિશેષ બેંકિંગ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI . BOM home loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ