બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:37 PM, 23 February 2023
ADVERTISEMENT
હોળીકા દહનના બરોબર એક દિવસ પહેલા શનિ ઉદય થશે
ખાસ વાત એવી છે કે શનિનો ઉદય હોળીકા દહનના બરોબર એક દિવસ પહેલા થઇ રહ્યો છે. 7 માર્ચે હોળીકા દહન થશે. તેનાથી બરોબર એક દિવસ પહેલા એટલેકે 6 માર્ચે શનિનો કુંભ રાશિમાં ઉદય થશે. શનિ 6 માર્ચે રાત્રે 11 વાગ્યેને 36 મિનિટે ઉદય થશે. આવો જાણીએ કે શનિ ઉદય થતા શનિદેવ કઈ રાશિના જાતકોને લાભ કરાવશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ: શનિનો ઉદય થવાથી વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. શનિ ઉદય થતા તમારું ભાગ્યોદય થશે. તમારા બાકી રહેલા કાર્યો ઝડપથી પૂરા થશે. કાર્યોમાં ઝડપ આવશે. સફળતાના માર્ગમાં આવતી અડચણો દૂર થશે. ષડયંત્રકારિઓ હાવી રહેશે. દુશ્મનોની રણનીતિઓ નિષ્ફળ રહેશે. તમારી રાશિના સ્વામી શુક્ર દેવ છે, જે શનિનો મિત્ર ગ્રહ પણ છે. તેથી આ બંને ગ્રહોની ઉપાસનાથી તમને વધારે લાભ મળી શકે છે.
સિંહ રાશિ: શનિનો ઉદય થતા સિંહ રાશિના જાતકોને પણ ફાયદો થશે. આર્થિક તબક્કે લાભની પ્રબળ સંભાવનાઓ બનતી દેખાઈ રહી છે. દેવામાંથી રાહત મળશે. ધનને એકઠુ કરવામાં સફળ રહેશો. કોઈ જગ્યાએ ફસાયેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. શનિના ઉદય થતા તમને કેટલાંક સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં ચાલતો મતભેદ અથવા તણાવ દૂર થશે. જો કે, હેલ્થ મામલે થોડો દુ:ખાવો થઇ શકે છે.
તુલા રાશિ: શનિ ઉદય થતા તુલા રાશિના જાતકોનુ પણ ભાગ્ય ચમકાવી શકે છે. શનિ તુલા રાશિના જાતકોને રોજગાર સંબંધી લાભ આપી શકે છે. નોકરી, વેપારમાં પ્રગતિ થશે. કાર્યશૈલીમાં નિખાર આવશે. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે. તમારા ઘરમાં આનંદની પ્રાપ્તિ થશે. મહેનતથી પ્રાપ્ત કરવામાં આવેલુ દરેક કાર્યનુ પૂરતુ ફળ તમને મળશે. શનિની નિયમિત પૂજા કરો અને શનિના બીજ મંત્ર 'ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ શનિશ્ચરાય નમ:' મંત્રનો જાપ કરો.
કુંભ રાશિ: શનિ અત્યારે તમારી રાશિમાં જ બિરાજમાન છે. 6 માર્ચે શનિ અસ્ત થતા તમારું ભાગ્ય બુલંદ થઇ શકે છે. મિત્રો અને સંબંધીઓ તરફથી તમને પૂર્ણ સહયોગ મળશે. શનિનો ઉદય થતા રોકાણની યોજનાઓ તમને લાંબા સમય સુધી લાભ આપશે. ખર્ચા થોડા વધશે. પરંતુ આવકના સાધનોમાંથી પૂરતુ ધન આવતુ રહેશે. શનિ ઉદય થતા લોકોની તમારી પ્રત્યે ઘનિષ્ઠતા વધશે. પરંતુ તમારે કોઈની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચવુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.