ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હોળીકા દહન 7 માર્ચે થશે
આ વખતે હોળીકા દહન 7 માર્ચે કરવામાં આવશે. આવો હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજન વિધિ અંગે વિસ્તૃતપૂર્વક જાણીએ. હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબ, ભક્ત પહ્લાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને મનાવવાની પરંપરા ચાલી રહી છે. ફાગણ મહિનાની પૂનમે હોળીકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે.
ADVERTISEMENT

ફાગણની પૂનમે કરાય છે હોળીકા દહન
ADVERTISEMENT
હોળીકા દહન ફાગણની પૂનમે કરવામાં આવે છે. આ વર્ષે ફાગણ પૂનમ મંગળવારે 6 માર્ચે સાંજે 4 વાગ્યે 17 મિનિટથી શરૂ થશે અને બુધવારે 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 9 મિનિટે પૂર્ણાહૂતિ થશે. એવામાં હોળીકા દહન 7 માર્ચે મંગળવારે કરવામાં આવશે.
હોળીકા દહનનુ મુહૂર્ત
ADVERTISEMENT
હોળીકા દહન 7 માર્ચે બુધવારે કરવામાં આવશે. આ દિવસે હોળીકા દહનનુ મુહૂર્ત સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી લઇને રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી રહેશે. એટલેકે હોળીકા દહન માટે તમને માત્ર 2 કલાક 27 મિનિટનો સમય જ મળવાનો છે. આ સમયગાળામાં હોળીકા દહન કરવુ ઉત્તમ રહેશે.

ADVERTISEMENT
હોળીકા દહનની સામગ્રી
હોળીકા દહનની પૂજા અમુક વિશેષ વસ્તુઓ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા પહેલા આ વસ્તુઓની વ્યવસ્થા અવશ્ય કરી લો. જેમાં એક વાડકી પાણી, ગાયના છાણની માળા, રોલી, અક્ષત, અગરબતી, ફળ, ફૂલ, મિઠાઈ, કલાવા, હળદરના ટુકડા, મગની દાળ, પતાશા, ગુલાલ પાઉડર, નારિયેળ, આખુ અનાજ વગેરે હોવુ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT