ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Extra / holashtak-will-start-from-14-march-no-auspicious-work-will-takes-place

NULL / કાલથી ચાલુ થઇ રહ્યા છે હોળાષ્ટક, જાણો શું કરવું અને શું નહીં

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હોળીકાદહન આ વર્ષે 21 માર્ચે છે અને હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે. હોળાષ્ટક લાગતા જ હિંદુ ધર્મમાં તમામ શુભ કાર્ય કરવાની ના પાડવામાં આવે છે કારણ કે એને અશુભ સમય માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાલ્ગુન શુક્લપક્ષ અષ્ટમીથી ફાલ્ગુન શુક્લ પૂર્ણિમા સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. 

પૌરાણિક માન્યતા અનુસાર હોળીના 8 દિવસ પહેલા ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી પ્રકૃતિમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. આ કારણે કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. હોળાષ્ટકને લઇને પૌરાણિક માન્યતા છે કે દૈત્ય રાજ હિરણ્યકશ્યપે ફાલ્ગુન શુક્લ પક્ષ અષ્ટમીએ ભક્ત પ્રહ્લાદને બંધક બનાવીને પીડા આપી. હોળીકાએ પણ પ્રહ્લાદને બાળવાની તૈયારીએ દિવસથી શરૂ કરી દીધી હતી અને ખુદ હોળીકા દહનના દિવસે ભસ્મ થઇ ગઇ ત્યારબાદ રંગોત્સવ મનાવવામાં આવ્યો. 
 
Image result for holashtak will start from 14 march no auspicious work will takes place

એવી પણ કથા છે કે ભગવાન શિવે હોળાષ્ટકના દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા. જેનાથી પ્રકૃતિમાં શોકની લહેર ફેલાઇ ગઇ હતી અને લોકોએ શુભ કામ કરવાનું બંધ કરી દીધું હતું. હોળીના દિવસે ભગવાન શિવથી કામદેવના પાછા જીવિત થવાનું વરદાન મળી ગયા બાદ પ્રકૃતિ આનંદિત થઇ ગઇ. એટલા માટે હોળાષ્ટકથી હોળિકા દહનની વચ્ચેનો સમય શુભ માનવામાં આવતો નથી. 
 
Image result for holashtak will start from 14 march no auspicious work will takes place

ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી જ હોળીકા દહન માટે સ્થાનની પસંદગી કરી દેવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે સાંયકાલના શુભ મૂહુર્તમાં હોળીકા દહન કરવામાં આવે છે. સાથે એવું પણ જાણી શકાય છે આગળનું વર્ષ કેવું રહેશે. 
 
Image result for holashtak will start from 14 march no auspicious work will takes place

મથુરાના દરેક ઘરમાં આશરે 10 દિવસ પહેલાથી હોળિકાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. ઘરોમાં અલગ અલગ પ્રકારના પકવાન મિષ્ઠાન બનાવવામાં આવે છે. વૃંદાવનમાં રંગભરની એકાદશી સાથે જ હોળીનો પ્રારંભ થઇ જાય છે. 
 
Image result for holi in mathura

હોળીનો તહેવાર રાધા કૃષ્ણના પ્રેમથી પણ જોડાયેલો છે. વસંતમાં એક બીજા પર રંગ નાંખવો શ્રીકૃષ્ણ લીલાનો અંગ માનવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ