બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Hindenburg caused a big loss to Adani Group, the company changed strategy, took a big decision, know what

બિઝનેસ / હિંડનબર્ગે અદાણી ગ્રુપને મોટું નુકસાન પહોંચાડતા કંપનીએ બદલી સ્ટ્રેટેજી, લીધો મોટો નિર્ણય, જાણો શું

Megha

Last Updated: 12:33 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગના રિપોર્ટને અદાણી ગ્રુપ માર્કેટ કેપમાં $117 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. શેરમાં આવેલા જોરદાર ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પર ખરાબ અસર પડી હતી.

  • રિપોર્ટને કારણે અદાણી ગ્રુપ માર્કેટ કેપમાં $117 બિલિયનથી વધુનો ઘટાડો
  • અદાણી ગ્રુપે ડેમેજ કંટ્રોલ માટે ખર્ચમાં રોકડ બચાવવા જેવી વાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું 
  • અદાણી ગ્રૂપે તેના રેવન્યુ ગ્રોથનો ટાર્ગેટ 40 ટકાથી ઘટાડી

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટની અસર હજુ પણ અદાણી ગ્રુપ પર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે છેલ્લા 20 દિવસથી ભારે નુકસાનનો સામનો કરી રહેલ અદાણી ગ્રુપે શોર્ટ સેલર ફર્મ સાથે આર-પારની કાનૂની લડાઈ લડવાની તૈયારી સાથે ડેમેજ કંટ્રોલ પર પણ એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલ અદાણી ગ્રુપ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે લોન ચૂકવવાથી લઈને ખર્ચમાં રોકડ બચાવવા સુધીની દરેક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. શેરમાં આવેલ ઘટાડાને કારણે હવે અદાણી ગ્રૂપે હવે તેના રેવન્યુ ગ્રોથનો ટાર્ગેટ 40 ટકાથી ઘટાડીને લગભગ અડધો કરી દીધો છે.       

15-20% રેવન્યુ ગ્રોથનું અનુમાન!
જણાવી દઈએ કે ગયા મહિને 24 જાન્યુઆરીના રોજ બહાર પાડેલ હિંડનબર્ગ રિપોર્ટની અદાણી ગ્રુપ પર એટલી તાત્કાલિક અસર થઈ હતી કે ત્યારથી લઈને અત્યાર સુધી તેને રોજેરોજ ભારે નુકસાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે રિપોર્ટ બહાર પડ્યા પછી 88 ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને અત્યાર સુધીમાં અદાણી ગ્રુપ માર્કેટ કેપમાં $117 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. શેરમાં આવેલા જોરદાર ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પર ખરાબ અસર પડી હતી. એક અહેવાલ મુજબ અદાણી જૂથ આગામી નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિ લક્ષ્યાંકને અગાઉના 40 ટકાના અંદાજથી ઘટાડીને 15 થી 20 ટકા કરી શકે છે. 

ગીરવે મુકેલા શેરને છોડાવવાની તૈયારી 
હિંડનબર્ગના વાવાઝોડામાંથી બહાર નીકળવા માટે અદાણી જૂથ દ્વારા ઘણું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવાની ચુકવણી, રોકડની બચત, મૂડી ખર્ચ યોજનામાં ઘટાડો અને ગીરવે મૂકેલા શેરનું રિડેમ્પશન પણ સામેલ છે. આ સાથે જ અહેવાલ મુજબ અદાણી જૂથની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર બેંકો પાસે ગીરવે મૂક્યા છે પણ હવે તેને છોડાવવા માંએ અદાણી ગ્રુપ દ્વારા એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કંપનીઓના શેર ગીરવે મુકવામાં આવ્યા છે તેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે.

હિંડનબર્ગ સામે કાનૂની લડાઈ માટે પણ તૈયાર છે અદાણી ગ્રુપ 
હિંડનબર્ગના રિપોર્ટ દ્વારા થયેલ નુકસાનથી બહાર આવવા માટે અદાણી ગ્રુપ તેની પૂરતી કોશિશ કરી રહ્યું છે. અહેવાલ અનુસાર હાલ અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી એક સામાન્ય ઓડિટ માટે 'બિગ ફોર' (Deloitte, EY, KPMG અને PwC) એકાઉન્ટીનગ ફર્મમાથી એકને નિયુક્ત કરવાની તૈયારી કરી રહ્યા છે અને એ સાથે જ શોર્ટ સેલર ફર્મ સામે કાનૂની જંગ માટે એમને અમીરેકની મોટી લો ફર્મ વૉચલેટ (Wachtell)ને પસંદ કરી લીધું છે. 

સોમવારે પણ શેરોમાં ઘટાડો ચાલુ
અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. જણાવી દઈએ કે અદાણી પાવર લિમિટેડનો શેર 4.99 ટકા ઘટીને રૂ. 156.00, અદાણી વિલ્મર લિમિટેડનો શેર 1.48 ટકા ઘટીને રૂ. 429.45, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર 5 ટકા ઘટીને રૂ. 688.05, અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 4.99 ટકા ઘટીને રૂ. 601 થયો હતો. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને એસીસી લિમિટેડના શેર પણ અનુક્રમે રૂ. 360.65 અને રૂ. 1,870.00ના લીવર પર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ