ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને AAPએ પોત પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. આ ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસે સેલિબ્રિટીને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર, બે સિંગર નેહા સુથાર, રાજલ બારોટ, પૂર્વ IPS મનોજ નિનામા, ડાયરા કલાકાર માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ રાજકોટ મનપામાં RJ આભા અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને ટિકિટ આપી છે. આવો જાણીએ આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોની સંપત્તિ વિશે...
રવિન્દ્ર જાડેજા સાથે બેન નયનાબાની સંપત્તિ
- ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા રાજકોટ મનપાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની પાસે 17 કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે.
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષીસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલો છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે.
- ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો ભાગ છે.
- મ્યુચ્યુઅલ ફંડમાં 60 લાખથી વધુનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે.
- ઘરેણાંમાં 200 ગ્રામ એટલે કે 20 તોલા સોનું હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ છે.
માયાભાઈની પુત્રી સોનલ ડેરની કુલ સંપત્તિ
- ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પરણિત પુત્રીને ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતારી છે. સોનલ આહિર (ડેર)ચાવંડ બેઠક પરથી ટિકિટ મળી છે.
- સોનલ ડેરે 35 લાખનું 44 તોલા સોનુ છે
- કારની વાત કરીએ તો 5 લાખની ઓડી, 10 લાખની ઓરા હુન્ડાઇ કાર છે.
- ચાવંડ ગામમાં 20 લાખની જમીન સહિતની મિલકતો દર્શાવી છે.
પૂર્વ IPSની મનોજ નિનામાની સંપત્તિ
- શામળાજી તાલુકાની હાઈ-પ્રોફાઈલ ગણાતી ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ IPS મનોજ નિનામા ભાજપના ઉમેદવાર છે. ઉમેદવારી સમયે કરેલા સોગંદનામા મુજબ તેના પત્નીના નામ ગાંધીનગરના સરગાસણમાં 1.40 કરોડનો ફ્લેટ છે.
- તેમની દીકરી નિધિના નામે કુડાસણમાં 80 લાખની કોમર્શિયલ પ્રોપર્ટી છે.
- આ ઉપરાંત તેમની પાસે એક રિવોલ્વર અને એક બંધૂક છે.
રાજલ બારોટની કુલ સંપત્તિ
- ભાજપે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-7માંથી ટિકિટ આપી છે. તેણે સોગંદનામામાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 70 લાખનો 2BHK ફ્લેટ છે.
- તેની પાસે 17 લાખની XUV700 કાર છે.
- જ્યારે તેના પતિ અલ્પેશ બાંભણિયા પાસે 1.40 કરોડની જમીન છે.
આ પણ વાંચોઃ જામનગરમાં રાજકીય ટક્કર, ચૂંટણી મેદાનમાં પૂનમ માડમ અને વિક્રમ માડમ વચ્ચે ચેલેન્જની જંગ
નેહા સુથારની સંપત્તિ
- મહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિમી દૂર આવેલા સરદારપુર ગામની વતની અને સિંગર નેહા સુથારને ભાજપે વિજાપુર તાલુકા પંચાયતની ફૂદેડા સીટ પરથી મેદાનમાં ઉતારી છે.
- અડાલજમાં 20 લાખનો ફ્લેટ અને 9 લાખનું 6 તોલા સોનું છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ