બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી આ રીતે કાઉન્ટ થશે YouTubeના Views! જાણી લેજો નવો નિયમ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:55 PM, 19 August 2026
1/6
YouTube દેશનું એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો સક્રિય છે. યૂઝર મનોરંજન માટે અને પોતાની રુચિના વીડિયો જોવા માટે આ સાઇટની મુલાકાત લે છે. આ ઉપરાંત, ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ આ પ્લેટફોર્મ પરથી દર મહિને સારી એવી આવક મેળવે છે. જોકે, યુટ્યુબે તાજેતરમાં તેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના હેઠળ કન્ટેન્ટ ક્રિએટર્સે અગાઉના 'વોચ-આવર'ના માપદંડ કરતાં બમણી જરૂરિયાત પૂરી કરવી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કંપનીએ હવે વીડિયો વ્યૂઝની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે એક નવો નિયમ રજૂ કર્યો છે.
2/6
મીડિયા અહેવાલો અનુસાર, કંપનીના નવા નિયમ હેઠળ, વિડિયો પ્લેબેક શરૂ થતાંની સાથે જ 'વ્યૂ' (view) ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે જો દર્શકો શરૂઆતનો માત્ર નાનો હિસ્સો જ જુએ અને પછી આગળ વધી જાય, તો પણ તે 'વ્યૂ' તરીકે નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુટ્યુબના વિવિધ વિડિયો ફોર્મેટ્સમાં 'વ્યૂ'ની ગણતરી કરવાની પદ્ધતિ એકરુપ લાવવા માટે આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.
3/6
તમારી જાણકારી માટે, અગાઉ 'શોર્ટ્સ' અને સામાન્ય વીડિયો માટે 'વ્યૂ કાઉન્ટ' અંગેના નિયમો અલગ-અલગ હતા, જેના કારણે કન્ટેન્ટ ક્રિએટર્સમાં ઘણીવાર કન્ફ્યુઝન થતુ હોય. પરિણામે, કંપનીએ હવે તમામ ફોર્મેટ્સ માટે એક સમાન નિયમ લાગુ કર્યો છે, એટલે કે, વીડિયો ચાલુ થતાંની સાથે જ તેને એક 'વ્યૂ' તરીકે ગણવામાં આવે છે.
4/6
5/6
નોંધનીય છે કે, આ નિર્ણયની સૌથી વધુ અસર કન્ટેન્ટ ક્રિએટર્સ પર પડશે. હવે વીડિયો ચાલુ થતાંની સાથે જ તેને 'વ્યૂ' તરીકે ગણવામાં આવશે, તેથી ઘણા વીડિયોના 'વ્યૂ કાઉન્ટ' પહેલાં કરતાં વધુ ઝડપથી વધશે; પરિણામે, ક્રિએટર્સને તેમના 'વોચ-આવર'ના લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ મળશે.
6/6
જાણકારી છે કે, કંપનીએ તાજેતરમાં તેની મોનેટાઇજેશન નીતિઓમાં સુધારો કર્યો છે. નવા નિયમો હેઠળ, YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવા ઈચ્છતા કન્ટેન્ટ ક્રિએટર્સે હવે 8 કલાકનો 'વોચ ટાઈમ' મેળવવો પડશે, જ્યારે અગાઉ આ જરૂરિયાત 4 કલાકની હતી. જોકે, આ નિયમ માત્ર નવા YouTube એકાઉન્ટ્સ અને ભવિષ્યમાં YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવાનું આયોજન કરી રહેલા કન્ટેન્ટ ક્રિએટર્સને જ લાગુ પડે છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 21 ઓગસ્ટથી ખુલશે આ 7 રાશિઓના ભાગ્યના દ્વાર, ચમકશે કિસ્મત
ટોપ સ્ટોરીઝ