બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 12 નહી 24 મેઘ ખાંગા થશે! આગામી ત્રણ દિવસ ગુજરાત માટે પનોતી

જળબંબાકાર / ગુજરાતમાં 12 નહી 24 મેઘ ખાંગા થશે! આગામી ત્રણ દિવસ ગુજરાત માટે પનોતી

Last Updated: 12:09 AM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં આજના દિવસ માટે 7 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદથી લઈને અસાધારણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Gujarat Rain : ગુજરાતમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. જેમાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શહેરના ઘણાં વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ગુજરાતી નજીક રાજસ્થાન દક્ષિણ મધ્યમાં બનેલી વરસાદી સિસ્ટમ (સાઈક્લોનિક સર્ક્યુલેશન)ની અસરના કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ ખુબ જ ભારે છે. તેવામાં આગામી સાત દિવસ માટે વરસાદી સાડાસાતી બેસશે તેવું કહીએ તો પણ નવાઇ નહી.

7 જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં આજના દિવસ માટે 7 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદથી લઈને અસાધારણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લા, દક્ષિણ ગુજરાતનો એક જિલ્લો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ વાહ! ગણપતિનું અદભુત વિસર્જન, સામે આવ્યા હજીરાના આકાશી દ્રશ્યો, જુઓ Video

ઉત્તર ગુજરાતની માઠી બેઠી

ગુજરાતના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, વલસાડ તથા દમણ અને દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટ માટે રેડ એલર્ટ અપાયું છે. જેમાં બનાસકાંઠામાં અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. બાકીના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પાટણ અને ખેડા, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.

6 સપ્ટેમ્બર ખુબ જ ભારે

6 સપ્ટેમ્બર માટેની આગાહીમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ તથા મોરબી અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના જે ભાગોમાં યલો એલર્ટ છે તેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તથા દીવનો સમાવેશ થાય છે.

7 સપ્ટેમ્બર પણ ભયજનક

7મી સપ્ટેમ્બર માટે આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે. ઉપરાંત પાટણ, ગાંધીનગર, મહીસાગર અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ માટે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wellmark low pressure gujarat weather update cyclonic circulation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ