બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / વાહ! ગણપતિનું અદભુત વિસર્જન, સામે આવ્યા હજીરાના આકાશી દ્રશ્યો, જુઓ Video
Last Updated: 12:35 PM, 6 September 2025
Surat Ganpati Visarjan : સુરત શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ઉમંગ અને ઉમાલાથી કરવામાં આવે છે. દર વર્ષે હજારો ભાવિકો પોત પોતાના વિસ્તારમાંથી ગણપતિ બાપ્પાનું ઘરમાં આવકારે છે અને પછી વિધિવત રીતે વિસર્જન કરે છે. ખાસ કરીને મોટી અને વિશાળ પ્રતિમાઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હજીરા ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ હજીરા ખાતે મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ભવ્ય રીતે યોજાયું.
ADVERTISEMENT
સુરતના હજીરા ખાતે ગણપતિ વિસર્જન માટે કુલ 14 જેટલી વિશાળ ક્રેનો મૂકવામાં આવી હતી. આ ક્રેનો મુકવાને કારણે વિસર્જન પ્રક્રિયા સરળ અને સુરક્ષિત રીતે થઈ શકશે. આ વિશાળ ક્રેનો દ્વારા દરિયામાં પ્રતિમાનું ધીરે ધીરે વિસર્જન કરવામાં આવ્યું અને આ સમગ્ર દ્રશ્ય એક ભવ્ય આકાશી નજરે પડ્યું હતું.
ADVERTISEMENT
પોલીસ કમિશ્નર પણ હાજર
ADVERTISEMENT
આજે ગણપતિ વિસર્જન દરમિયાન સુરત પોલીસ કમિશ્નર પણ હજીરા ખાતે હાજર રહી સમગ્ર વ્યવસ્થા અને સલામતીનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ વિભાગ દ્વારા એ પ્રયાસ પણ કરવામાં આવ્યા કે, વિસર્જન પ્રક્રિયા વહેલી તકે શરૂ થઈ જાય જેથી ભીડ ટાળી શકાય અને ટ્રાફિક પણ નિયંત્રિત રહી શકે. હજીરા વિસર્જન સ્થળે ડ્રોન કેમેરા, સીસીટીવી, એલઈડી સ્ક્રીન, જીવરક્ષા બોટ અને NDRF ટીમ જેવી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કાર્ય પાર પાડવામાં આવ્યું.

ADVERTISEMENT
આ પણ વાંચો : આજે અનંત ચતુર્દશી: એક જ ક્લિકમાં જાણો ગણેશ વિસર્જનની પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત
હવે જાણીએ ગણેશ વિસર્જન દરમિયાન રાખવાની મહત્વની સાવચેતીઓ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.