બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી, આ તારીખથી ગરમીમાંથી મળશે રાહત
Last Updated: 04:47 PM, 13 March 2025
રાજ્યમાં શિયાળા બાદ ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ ગરમીનો પારો વધતા લોકો બપોરનાં સમયે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાબલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં શહેરીજનો ગરમીથી આંશિક રાહત મેળવશે.
ADVERTISEMENT

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)
ADVERTISEMENT
રાજ્યમાં ગરમીનું જોર ઘટશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.
ADVERTISEMENT
એપ્રિલ માસમાં હવામાનમાં પલ્ટો આવશે
ADVERTISEMENT
અમરેલી જીલ્લામાં પણ ગરમીનો તાપમાનનો પારો ગગડશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ નોંધાય તેવી શક્યતાઓ છે. તેમજ 20 માર્ચ પછી ફરી કાળઝાળ ગરમી પડશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાનમાં વધઘટ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.