બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આઈબ્રો કરાવાને કારણે લિવર ફેલ! ડોક્ટરે મહિલાઓને આપી કડક ચેતવણી
Last Updated: 01:06 PM, 11 August 2025
જે બીમારીઓ થોડા સમય પહેલા કોઈક વાર થતી હતી તે આજના સમયમાં એક સામાન્ય બની ગઈ છે જેમાં લીવર ફેલ થવાની બીમારી પણ અત્યારે હાલ સામાન્ય થઈ ગઈ છે. આજકાલની બગડેલી લાઈફ સ્ટાઇલ અને ખાવાનું જેના કારણે વધુ પડતા લોકોમાં લીવરની સમસ્યા જોવા મળે છે અને આ જ ક્રમમાં એક ચોકાવનારી બાબત સામે આવી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેનાથી ઘણા લોકો ચોકી ઉઠ્યા છે વીડિયોમાં એક ડોક્ટર જણાવે છે કે બ્યુટી પાર્લરમાં જઈને આઇબ્રો એટલે કે થ્રીડીંગ કરાવનારી 28 વર્ષની એક મહિલાનું લીવરફેલ થયું છે એટલે કે આઇબ્રો કરાવવું લીવર ફેલિયરનું કારણ બન્યું છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલા આઇબ્રો કરાવવા ગઈ હતી પરંતુ લીવર ફેલ થવાની ફરિયાદ લઈને પાછી આવી હતી. ડોક્ટરના મત મુજબ મહિલા જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે તેને થાક અને ઊબકાની ફરિયાદ હતી અને સાથે સાથે મહિલાની આંખો પણ પીળી થઈ રહી હતી.
ADVERTISEMENT

હવે તમારા મનમાં સવાલ જરૂર થશે કે પાર્લરમાં ગયા પછી થ્રેડિંગનું લીવર ફેલિયર સાથે શું સંબંધ? તો આનો જવાબ છે થ્રેડિંગ માટે ઉપયોગ કરવામાં આવેલો સામાન પહેલા પણ ઉપયોગ કરાયેલો હતો જેનાથી તેની સ્કિન ઉપર નાના કટ લાગી ગયા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગેસને કારણે દર્દ કે હાર્ટએટેક? બન્ને વચ્ચેનો ભેદ સમજી લેજો, 99 ટકા લોકોને નથી ખબર
ડોક્ટર કહે છે કે ટ્રેડિંગ દરમિયાન લાગેલા ઘાથી હેપેટાઇટિસ બી કે સીના વાયરસ તેના શરીરમાં ગયા આ વાઇરસ ધીમે ધીમે લીવરને ખરાબ કરી દે છે. જોકે અન્ય હેલ્થ એક્સપર્ટ કહે છે કે થ્રેડિંગથી સીધું લીવર ફેલ ન થાય પરંતુ સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી હિપેટાઇટિસ ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે.
ADVERTISEMENT
ડોક્ટર્સ કહે છે કે હેપેટાઇટિસ બી અને સી ઈનફેક્ટેડ બ્લડ દ્વારા ટ્રેડિંગ દરમિયાન એક નાનો ઘા પણ તમારા શરીરમાં વાયરસની એન્ટ્રી નું કારણ બને છે અથવા કોઈપણ ટૂલ ઇન્ફેક્ટેડ છે તો તેનાથી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. હિપેટાઇટિસની સારવાર કરાવતા ધીમે ધીમે લીવરને નુકસાન પહોંચી શકે છે અને ઘણા કિસ્સામાં સીઓસીસ અથવા લીવરનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.