બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગેસને કારણે દર્દ કે હાર્ટએટેક? બન્ને વચ્ચેનો ભેદ સમજી લેજો, 99 ટકા લોકોને નથી ખબર

હેલ્થ / ગેસને કારણે દર્દ કે હાર્ટએટેક? બન્ને વચ્ચેનો ભેદ સમજી લેજો, 99 ટકા લોકોને નથી ખબર

Last Updated: 12:10 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેસનો દુખાવો અને હાર્ટ અટેકના લક્ષણો ઘણી વાર સમાન લાગતા હોવાથી લોકો ગૂંચવાઈ જાય છે. યોગ્ય તફાવત ઓળખવો અને સમયસર ડોક્ટરની સલાહ લેવી જીવન બચાવવા મદદરૂપ સાબિત થઈ શકે છે.

ગેસનો દુખાવો: આ એક ડાઈજેસ્ટિવ ડિસઓર્ડર છે જે પેટ અને આંતરડામાં ફસાયેલી હવાને કારણે થાય છે આના લક્ષણો શાર્પ, ક્રેમ્પી અથવા બર્નિંગ જેવા હોય છે જેને કારણે એબ્ડોમેન ચેસ્ટના વચ્ચે દુખાવો થતો હોય છે. આની સાથે સાથે બ્લોટીંગ અને બોડીમાં હેવીને ફીલ થાય છે સૌથી સૌથી મહત્વનો તફાવત એ છે કે ગેસ રિલીઝ કરવા ઓડકાર ખાઓ અથવા બોડી પોઝીશન ચેન્જ કરવાથી સામાન્ય રીતે દુખાવામાં રાહત મળે છે. આ દુખાવો સામાન્ય રીતે ભારે ખોરાક અથવા કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાના કારણે શરૂ થાય છે.

હાર્ટ અટેક: એ એક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં છાતીમાં પ્રેસર ભારેપણું અથવા ટાઈટનેસનો અનુભવ થાય છે. આ એક ડિસકમ્ફર્ટ થાય છે જે ડાબો હાથ, જડબા, ગ‌‌ળા, પીઠ અને ખભાના ભાગ સુધી ફેલાય છે. આની સાથે સાથે પરસેવો વળવો, ટૂંકા શ્વાસ લેવા, ડીઝીનેસ અને નોઝીઆ જેવા સીમટમ્સ હોય છે.

heart-attack

હાર્ટ અટેકનો દુખાવો આરામ અથવા પોઝિશન ચેન્જ કરવાથી સરખો થતો નથી રાહત મળતી નથી પરંતુ સતત વધતો રહે છે. આ દુખાવો 10 મિનિટથી વધુ સમય માટે જતો નથી.

જો તમને છાતીમાં દુખાવાની સાથે આર્મ, જો, નેક અથવા પીઠ સુધી પ્રેશર સાથે દુખાવો ફેલાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડાવી, પરસેવો થવો, ચક્કર આવવા, ઉલ્ટી થવી, બેચેની લાગવી આવા સિમ્પટમ્સ ઉપરાંત જલ્દી રિકવરી ન થાય તો ઇમર્જન્સી સેવને તુરંત કોન્ટેક્ટ કરવો. હળવો પણ દુખાવો હોય તો તેને અવગણવો નહીં કારણ કે હાર્ટ અટેકના વોર્નિંગ સાઇન દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો: બ્રેકઅપ બાદ કદી પણ ન કરતાં આ ભૂલ, રિલેશનશીપ કોચે ચેતવણી આપી, નહીંતર સંભાળવું અઘરુ થશે

ગેસના કારણે થતો દુખાવો હાર્ટ અટેક જેવો કેમ લાગે છે?

ડોક્ટરના જણાવ્યા અનુસાર તમારા આંતરડા અને હૃદયની વચ્ચેની એક નર્વ એક જ જગ્યામાં સિગ્નલ મોકલે છે. જ્યારે ગેસ ડાબી સાઈડ જમા થાય છે તો તે ડાયાફ્રામ પર પ્રેશર નાખે છે, જેનાથી હૃદયમાં દુખાવો અનુભવાય છે અને તેના કારણે હાર્ટ અટેક જેવું લાગે છે. પરંતુ જો કોઈ તમને સંદેશ હોય તો સાવધાની વર્તવી એ ખૂબ જરૂરી છે એટલે જ કોઈ ડોક્ટરની સલાહ લેવી હંમેશા જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GasPain HeartAttack HealthTips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ