બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Health Tips For Pregnancy normal delivery labor pain will be less

આરોગ્ય ટિપ્સ / ગર્ભાવસ્થા દરમ્યાન જરૂરથી ખાઓ આ 10 ચીજ, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થશે નોર્મલ, બાળક પણ રહેશે હેલ્ધી

Arohi

Last Updated: 09:55 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Food For Normal Delivery In Pregnancy: ડિલિવરીને નોર્મલ બનાવવામાં અમુક ફૂડ્સ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. આ ફૂડ્સ સિઝેરિયન ડિલિવરીના જોખમને ઓછુ કરે છે.

  • પ્રેગ્નેન્સીમાં જરૂર ખાઓ આ વસ્તુઓ
  • સિઝેરિયન ડિલિવરીનું જોખમ થશે ઓછુ 
  • નોર્મલ ડિલિવરી માટે કરશે મદદ 

પ્રેગ્નેન્સીમાં દરેક મહિલાઓ ઈચ્છે છે કે તેમની ડિલિવરી નોર્મલ થઈ જાય અને ગર્ભમાં વિકસી રહેલું બાળક પણ હેલ્ધી રહે. પરંતુ અમુક કોમ્પલિકેશન્સના કારણે સિઝેરિન ડિલિવરીનો સહારો લેવો પડે છે. હકીકતે સિઝેરિયન ડિલિવરીના ઘણા નુકસાન હોય છે. એક્સપર્ટ્સ અનુસાર સિઝેરિયન ડિલિવરીમાં પેટમાં ટાંકા આવે છે.

 

જેનાથી સ્થૂળતા વધવાનો ખતરો રહે છે. સાથે જ ઓપરેશન બાદ ઘણા દિવસ સુધી કમજોરી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓપરેશનથી થતા દુખાવાથી છુટકારો મેળવવા માટે અમુક ફૂડ્સ ખૂબ જ અસરકારક છે. 

આપણા કિચનમાં ઘણા એવા ફળ અને શાકભાજી છે જે ડિલિવરીને નોર્મલ બનાવવામાં મદદ કરે છે. એવામાં જો તમે તેને પોતાની ડાયેટનો ભાગ બનાવશો તો સિઝેરિયન ડિલિવરીના જોખમને ઓછુ કરી શકાય છે. 

કેવી હોવી જોઈએ તમારી ડાયેટ? 
ગર્ભાવસ્થામાં દરેક ગર્ભવતીને સંતુલિત આહાર લેવો જરૂરી છે. સાથે જ શરીરમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોવા જોઈએ. કારણ કે ગર્ભાવસ્થા વખતે માતાને શરીરની પોષણ સંબંધી જરૂરીયાતો વધી જાય છે. એક ગર્ભવતી મહિલાને સરેરાશ 450-500 કેલેરી વધારે ભોજનની જરૂર હોય છે. કારણ કે ગર્ભમાં રહેલા શિશુને માતાના શરીરથી જ ભોજન મળે છે. 

માટે સ્વાભાવિક રીતે પોતાના અને શિશુના સ્વાસ્થ્ય માટે સારી રીતે ભોજન કરવું જરૂરી છે. એક્સપર્ટ્સ અનુસાર પોષક તત્વોમાં કમી આવવાના કારણે નોર્મલ ડિલિવરીની સંભાવના ખૂબ જ ઓછી થઈ શકે છે. 

ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે 10 ફૂડ્સ 


દૂધ 
એક્સપર્ટ્સ અનુસાર પ્રેગ્નેન્સીમાં દૂઘ ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. એક કપ દૂધમાં 8.22 ગ્રામ પ્રોટીન મળી આવે છે. દૂધ માતા અને બાળક બન્ને માટે ફાયકાકારક છે. પ્રોટીન ગર્ભાશયને મજબૂત કરે છે, લોહી વધારે છે અને શિશુને પોષણ આપવાનું કામ કરે છે.

દાળ-ફળ
દાળ અને ફળી પ્રોટીન અને ફાઈબર માટે સારો સ્ત્રોત છે. પ્રસવના થોડા દિવસ પહેલા ગર્ભવતી મહિલાઓના શરીરમાં પ્રોટીનની જરૂર વધી જાય છે. એવામાં દાળ અને બીન્સ પ્રોટીનની જરૂરીયાતને પુરી કરે છે. 

સંતરા
સંતરાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં 90 ટકા પાણી હોય છે. જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. સાથે જ સંતરામાં વિટામીન-સી જરૂરી પ્રમાણમાં હોય છે. જેનાથી શિશુની ત્વચા નરમ અને સુંદર રહે છે. સાથે જ તે પ્રેગ્નેન્સી વખતે કોઈ સંક્રમણથી પણ બચાવે છે. 

ઈંડા 
પ્રેગ્નેન્સી વખતે નોન-વેજ ખાવાથી બચવું જોઈએ. પરંતુ જો નોર્મલ ડિલિવરી ઈચ્છો છો તો ઈંડાનું સેવન જરૂર કરવું જોઈએ. ઈંડામાં પ્રોટીન અને એમીનો એસિડ હોય છે. ગર્ભવતી મહિલાઓએ નાશ્તા અને બપોરના ભોજનમાં ઈંડા ખાવા જોઈએ. 

ઓટ્સ 
ઓટ્સ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. માટે તે પ્રેગ્નેન્સી વખતે ખૂબ જ ફાયદાકારક છે. ગર્ભાવસ્થામાં શરીર ઘણી મુશ્કેલીઓના કારણે કમજોર થઈ જાય છે. માટે ડાયેટમાં ઓટ્સને જરૂર શામેલ કરો તેનાથી નોર્મલ ડિલિવરીની સંભાવના વધી જાય છે. ઓટ્સનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછુ થાય છે. 

કોળાના બીજ 
પ્રેગ્નેન્સી વખતે કોળાના બીજથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા થાય છે. ડાયેટમાં કોળાના બીજને શામેલ કરવાથી પ્રોટીન વધારે મળે છે. તેમાં પોટેશિમ, સોડિયમ, ફોસ્કોરસ, કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ હોય છે. 

લો ફેટ મીટ 
જો ગર્ભવતી મહિલા નોન-વેજીટેરિયન છે તો લો ફેટ મીટ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં આયર્ન ઓછુ હોય છે. જે ગર્ભવતી મહિલા માટે જરૂરી છે. જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવે છે હીમોગ્લોબિનમાં ઘટાડો થાય છે. તેના માટે તમારે 9માં મહિના સુધી લો ફેટ મીટ ખાવું જોઈએ. 

શક્કરીયા 
એક્સપર્ટ અનુસાર નોર્મલ ડિલિવરી માટે ગર્ભવતી મહિલાઓએ નવ મહિના સુધી શક્કરીયાનું સેવન કરવું જોઈએ. કારણ કે શક્કરીયામાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે તેને વિટામિન-એમાં ફેરવવાનું કામ કરે છે. ગર્ભાવસ્થા વખતે મહિલાઓને વિટામિન-એનું સેવન 40 ટકા સુધી વધારવાની જરૂર હોય છે. માટે આ સમયે શક્કરીયાને પોતાની ડાયેટમાં શામેલ કરો. 

બ્રોકલી 
નોર્મલ ડિલિવરીની ઈચ્છા ધરાવતી મહિલાઓને બ્રોકલીનું સેવન જરૂર કરવું જોઈએ. જણાવી દઈએ કે બ્રોકલીમાં ફોલેટ, કેલ્શિયમ અને વિટામિન સી જરૂરી પ્રમાણમાં હોવું જોઈએ. તેના ઉપરાંત બ્રોકલી ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે. જે કબજીયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. તેના ઉપરાંત એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર બ્રોકલી તમને પ્રસવ પહેલા ઉત્પન્ન થતી બીમારીઓથી લડવામાં મદદ કરે છે. 

કેળા 
પ્રેગ્નેન્સીમાં કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે કેળા એનર્જી આપે છે જે ગર્ભાવસ્થા વખતે ખૂબ જ જરૂરી છે. નોર્મલ ડિલિવરી વખતે શરીરને તાકાતની જરૂર હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ