બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health News signs of heart attack while exercising
કાર્ડિયો મેટાબોલિક ઈન્સ્ટીટ્યૂટના એક રિસર્ચ અનુસાર 20થી 30 વર્ષના લોકોમાં હાર્ટ એટેકના કેસ દર વર્ષે બે ટકા સુધી વધી જાય છે. જેમાં વર્કઆઉટ કરતી વખતે પણ હાર્ટ એટેક આવતા કેસોમાં વધારો થયો છે.
ADVERTISEMENT

હાર્ટ એટેક આજે જીવલેણ બનતો જઈ રહ્યો છે. વર્ષેને વર્ષે તેનાથી થતા મોતના આંકડા વધી રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટની બિમારીઓ ઝડપથી વધી રહી છે. કાર્ડિયો મેટાબોલિક ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચ અનુસાર વર્ષ 2016થી લઈને 2023 સુધી 20થી 30 વર્ષના લોકોમાં હાર્ટ એટેકના કેસ દર વર્ષે બે ટકા વધી રહ્યા છે.
ADVERTISEMENT
જીમમાં વર્કઆઉટ કરતી વખતે પણ હાર્ટ એટેક આવતા કેસોમાં વધારો થયો છે. ઘણા કેસોમાં તો ઘટના સ્થળ પર જ મોત થઈ ગઈ છે. તેનું કારણ ડોક્ટર હાર્ટની નસોમાં થતા બ્લડ ક્લોટને માને છે. એવામાં એક્સરસાઈઝ કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખી હાર્ટ એટેકના રિસ્કને ઓછુ કરી શકાય છે.
હાર્ટ બ્લોકેજ હોય તો સાવધાન
ડોક્ટર અનુસાર જીમ કે ડાંસ કરતી વખતે શરીરમાં ઓક્સીજનની માંગ વધી જાય છે. જેની અસર હાર્ટ પર પડે છે. હાર્ટ ઝડપથી પંપ કરવા લાગે છે. નસોમાં બ્લડનો સપ્લાય ઝડપી થવાથી હાર્ટ સારી રીતે ફંક્શન નથી કરી શકતું અને એટેક આવી જાય છે. 50થી 70 ટકા સુધી બ્લોકેજ વાળા લોકોમાં આ સમસ્યા વધારે વધી રહી છે. તેના કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે.
ADVERTISEMENT

કાર્ડિયોલોજીસ્ટ અનુસાર આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે હાર્ટ એટેક કોઈ પણ ઉંમરમાં આવી શકે છે. એવામાં તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. હાર્ટની તપાસ સમય સમય પર કરવી જોઈએ. એન્ડિયોગ્રાફીથી લઈને ઘણા પ્રકારના ટેસ્ટથી હાર્ટમાં બ્લોકેજની જાણકારી મળી જાય છે. એવામાં જો ટેસ્ટમાં બ્લોકેજ મળી આવે છે તો એક્સરસાઈઝ વખતે સાવધાની રાખો. ડોક્ટરની સલાહ લો.
ADVERTISEMENT
વધુ વાંચો: રસોડામાં વપરાતી આ 5 વસ્તુથી વધે છે કેન્સરનું જોખમ, કિચનમાંથી તેને તરત જ દૂર કરો
હેવી વર્કઆઉટથી બચો
આચાનક હેવી વર્કઆઉટથી બચો. હંમેશા હલ્કી એક્સરસાઈઝથી શરૂઆત કરો. એક્સરસાઈઝ વખતે બેચેની થવા પર તરત વર્કઆઉટ છોડી દો. સ્ટેરોયડ લઈને હેવી વર્કઆઉટ કરવાથી બચો. ચેસ્ટમાં થતા દુખાવાને હલ્કામાં ન લો અને ડોક્ટરન સલાહ લો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.