બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These kitchen items increase the risk of cancer, remove them from the kitchen immediately
Last Updated: 07:22 PM, 4 April 2024
આપણને ખબર પણ નથી હોતી કે આપણા રસોડામાં કેટલીક ચીજવસ્તુઓ એટલી ઘાતક હોય છે જેના ઉપયોગથી આપણને કેંસર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. જો તમારા રસોડામાં પણ આ 5 વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તો તમારે પણ સાવધાન થઈને તેને રસોડાથી દૂર કરવી જોઈયે. આજે અમે તમને એ પાંચ વસ્તુઓ વિશે જણાવશું જેને તમારા રસોડામાંથી તરત જ બહાર કરી દેવી જરૂરી છે.
ADVERTISEMENT
નોન-સ્ટીક વાસણ
અત્યારના જમાનામાં લગભગ દરેકના ઘરમાં નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ તમને ખબર નહીં હોય કે PFOA નામના રસાયણનો ઉપયોગ આ નોન-સ્ટીક વાસણોને કોટ માટે કરાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક હોય છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યુ છે કે, જ્યારે ઉચ્ચ તાપમાને નોન-સ્ટીક વાસણમાં ખોરાક બનાવાય છે ત્યારે તેમાથી નીકળતો ઝેરી ધુમાડો શરીરમાં કેન્સર જેવા લક્ષણો પેદા કરે છે.

ADVERTISEMENT
એલ્યુમિનિયમ ફોઈલ
ટિફિનમાં રોટલી, પરાઠા, બ્રેડ પેક કરવા લોકો મોટાભાગે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરે છે. પરંતુ ગરમ ખાદ્ય પદાર્થને એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરવામાં આવતા તે ફોઈલમાં ઉપલબ્ધ એલ્યુમિનિયમ ખોરાકમાં શોષાવા લાગે છે જેનાથી શરીરમાં કેન્સરનું જોખમ વધે છે.

ADVERTISEMENT
રિફાઈંડ ખાંડ
ખાંડનો વપરાશ વિવિધ વાનગીઓમાં મોટા પ્રમાણમાં થાય છે પરંતુ રિફાઈંડ ખાંડથી કેન્સરના કોષો શરીરમાં બની શકે છે એટલા માટે જ ખાંડનો ઉપયોગ બંદ કરવાનું કહેવામાં આવે છે.
પ્લાસ્ટિક ચોપીંગ બોર્ડ
અનેક પરિવારોમાં શાકભાજી કાપવા પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડનો ઉપયોગ થતો હોય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે જોખમી છે. શાકભાજીને ચોપીંગ બોર્ડ પર કાપવાથી, પ્લાસ્ટિકના બારીક કણો શાકભાજીમાં ભળી જતા હોય છે. જેનાથી પેટમાં ઈન્ફેકશન થવાની શક્યતા રહે છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: વધતું કોલેસ્ટ્રોલ તમારા માટે જોખમી, દિલથી લઈને દિમાગ સુધી શરીરમાં થઈ શકે ગંભીર નુકસાન
અન્ય પ્લાસ્ટિકના વાસણો
મોટા ભાગના લોકોના રસોડામાં પ્લાસ્ટિકના ડબા-ડબીઓ, બોટલો જેવા વાસણોનો ઉપયોગ થતો હોય છે પરંતુ તેમાં બિસ્ફેનોલ A નામનું રસાયણ હોય છે. આ કેમિકલના શરીર માટે ખૂબ હાનીકારક હોય છે. જેનાથી હોર્મોનલ ઈંબેલેન્સ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જો તમે દરરોજ પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરો છો તમને આવે હોર્મોનલ ઈંબેલેન્સ અને રોગપ્રતિકારક નબળી પડવી જેવી અસરો થઈ શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.