ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / મુળા સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર

હેલ્થ ટિપ્સ / મુળા સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર

Last Updated: 08:39 AM, 21 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mulo Khavana Nukshan: મૂળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે તેને ખોટી રીતે ખાશો તો તેનાથી તમારી તબીયત ખરાબ થઈ શકે છે.

ADVERTISEMENT

મૂળો એક હેલ્ધી શાકભાજી છે જે ફાઈબર, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં મૂળાના પરોઠા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અમુક લોકો તેને કાચ્ચા ખાય છે તો અમુક લોકો તેની શાકભાજી ખાવાનું પસંદ કરે છે.

mulo-1

આમ તો મૂળાથી ગેસની સમસ્યા વધવી સામાન્ય છે. પરંતુ જો તમે તેને આ ફૂડ્સ સાથે ખાવ તો તેનાથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

milk-final

દૂધ અને ડેરી પ્રોડક્ટ

મૂળાની સાથે દૂધ કે ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરવું જોઈએ. મૂળામાં હાજર રાસાયણીક તત્વ અને દૂધના પ્રોટીનના મિશ્રણથી ગેસ, પેટ ફૂલવું અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે મૂળો ખાઈ રહ્યા છો તો થોડા કલાકોના ગેપ બાદ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો.

Banana-benefits-2

કેળા

મૂળાની સાથે કેળા ખાવા પણ હાનિકારક હોય છે. બન્નેને સાથે ખાવાથી શરીરમાં એસિડિટી વધવા લાગે છે. જેનાથી પેટમાં બળતરા કે અસુવિધા થઈ શકે છે. આ એક અજીબ મિશ્રણ હોય છે. જે શરીર માટે યોગ્ય નથી.

Fruit juice 1.jpg

ખાટ્ટા ફળ

ખાટ્ટા ફળો જેવા કે લીંબુ, સંતરા અને દ્રાક્ષને મૂળાની સાથે ખાવા પણ સુરક્ષિત નથી. તેનાથી પાચનમાં મુશ્કેલી આવે છે અને એસિડિટી વધી શકે છે. ખાટ્ટા ફળ અને મૂળાનું સેવન કરવાથી પેટમાં બળતરા અને ગેસનો અનુભવ થઈ શકે છે. માટે તેનું સેવન અલગ અલગ સમય પર કરવું સૌથી સારૂ છે.

bataka-1

બટાકા

બટાકા અને મૂળાનું મિશ્રણ પાચન તંત્ર માટે અનુકૂળ નથી. બન્ને ખાદ્ય પદાર્થોમાં વિવિધ પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય છે. જે એક સાથે મળીને પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ પેટમાં ગડબડ અને ગેસની સમસ્યાનું કારણ બની શકે છે.

વધુ વાંચો: 'મને મસા છે રજા આપો' બોસે સાબિતી માંગી તો કંટાળી કર્મીએ હેરાનીભર્યું પગલું ભર્યું

PROMOTIONAL 13

સોયાબીન અને અન્ય દાણાવાળા શાક

મૂળાની સાથે સોયાબીન કે અન્ય દાણાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. સોયાબીનમાં હાજર અમુક તત્વો મૂળાની સાથે રાસાયણીક પ્રતિક્રિયા કરી શકે છે. જેનાથી પાચનતંત્રમાં મુશ્કેલી આવી શકે છે. તેનાથી ગેસ, બ્લોટિંગ અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Poison Radish Mulo Khavana Nukshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ