બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / Health News fast food can affect your body risk of weight gain and cardiovascular disease

સ્વાસ્થ્ય / ફાસ્ટ ફૂડ ખાનારા સાવધાન! તે એક નહીં, અનેક અંગોને પહોંચાડે છે નુકસાન, જાણો તેનાથી થતી સમસ્યાઓ વિશે

Arohi

Last Updated: 11:44 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: ફાસ્ટ ફૂડ્સની અસર શારીરિક અને માનસિક બન્ને પ્રકારના સ્વાસ્થ્ય પર પડે છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ્સમાં કેલેરી વધારે હોય છે જેના કારણે ઝડપથી વજન વધવાનો ખતરો છે. ઉપરાંત આ વસ્તુઓ હાર્ટ હેલ્થ માટે પણ હાનિકારક છે.

  • ફાસ્ટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો 
  • હાર્ટ હેલ્થને પહોંચે છે નુકસાન 
  • જાણો તેના નુકસાન વિશે 

સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે દરેક લોકોને આહારની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે. આપણે જે પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ તેની સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. સંશોધકોને જાણવા મળ્યું છે કે આપણા શરીરને સૌથી વધારે નુકસાન ફાસ્ટ અને પ્રોસેસ્ડ ફૂડ્સથી થાય છે. તેના હેઠળની વસ્તુઓ ઝડપથી શરીરના વજનને ઓછુ કરે છે સાથે જ તેના કારણે ઘણા પ્રકારની ક્રોનિક બીમારીઓનો ખતરો પણ વધે છે. 

ફાસ્ટ ફૂડ્સની અસર શારીરિક અને માનસિક બન્ને પ્રકારના સ્વાસ્થ્ય પર પડે છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ્સમાં કેલેરી વધારે હોય છે જેના કારણે ઝડપથી વજન વધવાનો ખતરો છે. ઉપરાંત આ વસ્તુઓ હાર્ટ હેલ્થ માટે પણ હાનિકારક છે. જાણો ફાસ્ટ ફૂડ્સથી સ્વાસ્થ્યને થતી મુશ્કેલીઓ વિશે. 

વજન વધવાનો ખતરો 
ફાસ્ટ ફૂડ્સના કારણે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ સૌથી વધારે હોય છે તેમાં ઝડપથી વજન વધવું પ્રમુખ છે. બર્ગર, ફ્રાઈઝ અને તળેવી વસ્તુઓમાં ફેટ, કેલેરી અને વધારે પ્રમાણમાં કાર્બ્સ હોય છે. જો તમે તેને વધારે ખાઓ છો તો તેનાથી વજન ઝડપથી વધવાનો ખતરો રહે છે. વજન વધવાના કારણે ઘણા પ્રકારની ક્રોનિક હેલ્થ સમસ્યાઓ જેવી કે હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું પણ જોખમ રહે છે. 

વધી શકે છે તમારૂ બ્લડ પ્રેશર 
જો તમે મોટાભાગે ફાસ્ટ ફૂડ્સનું સેવન કરો છો તો આ તમારા બ્લડ પ્રેશરને પણ વધારી શકે છે. આ પ્રકારની વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. જે સીધી રીતે હાઈપરટેન્શનના પ્રમુખ કારણોમાંથી એક છે. નિષ્ણાંતો તેનું બને તેટલું ઓછા પ્રમાણમાં સેવન કરવાની સલાહ આપે છે. 

વધારે પડતુ સોડિયમ તમારા બ્લડ પ્રેશરને વધારવાની સાથે જ તમારી નસોને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી હાર્ટ ફેલિયર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક 
ફાસ્ટ ફૂડ્સ અને પ્રોસેસ્ડ ફૂડમાં કાર્બ્સનું પ્રમાણ વધારે હોય છે. જે શર્કરાને તોડે છે. શરીરમાં રક્ત શર્કરાનું અનિયંત્રિત સ્તર હોવું ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને વધારે છે. સમયની સાથે સતત વધતા શર્કરાની સ્થિતિ સ્વાદુપિંડ માટે મુશ્કેલી વધારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ