બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / health dont eat these 5 things with curd consumption of fish and curd together harmful

આરોગ્ય ટિપ્સ / જો તમને પણ છે દહીં સાથે આ 5 ચીજ ખાવાની આદત, તો ચેતી જજો! નહીં તો હેલ્થને થશે ભારે નુકસાન

Manisha Jogi

Last Updated: 08:50 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ. દહીંમા સારા બેક્ટેરિયા હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે.

  • દહીં આ સાથે આ વિરુદ્ધ આહારનું સેવન ના કરો
  • દહીંમાં અનેક પોષક તત્ત્વો રહેલા છે
  • દહીં પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે  છે

દહીં અને માછલી એકસાથે ખાવા જોઈએ  કે, તે બાબતે લોકો મૂંઝવણમાં રહે છે. ભારતમાં મોટાભાગના લોકો દહીં અને માછલીનું એકસાથે સેવન કરવાની ના પાડતા હોય છે. આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ. દહીંમા સારા બેક્ટેરિયા હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે  છે. દહીમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી6 અને વિટામીન બી 12 સહિત ઘણા પોષક તત્ત્વો સામેલ હોય છે. 

દહીં અને માછલી- આયુર્વેદ અનુસાર દહીં અને માછલી વિરુદ્ધ આહાર છે. મેડિકલ સાયન્સ અનુસાર દહીં અને માછલીમાં અલગ-અલગ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીનનું એકસાથે સેવન કરવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. જેના કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. આયુર્વેદ અનુસાર, અયોગ્ય પાચનને કારણે, અગ્નિબંધ થઈ શકે છે, જેથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે.

ડુંગળી અને દહીં- આયુર્વેદ અનુસાર ડુંગળી અને દહીં સાથે ના ખાવા જોઈએ. ડુંગળીની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે. ડુંગળી અને દહીંનું એકસાથે સેવન કરવાથી એલર્જી, ખરજવું, સોરાઈસીસ અને ફોલ્લીઓ થઈ શકે છે. 

દહીં અને ઓઈલી ફૂડ- દહીંની સાથે તળેલો ખોરાક જેમ કે, છોલે-ભટુરે, પરોઠા, પુરીનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે. દહીં સાથે આ વસ્તુઓ શરીર સુસ્ત બની જાય છે. 

દહીં અને કેરી- દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે, પેટ ફૂલવા લાગે છે અને ગેસ થાય છે. કેરીની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક પ્રદાન કરે છે. જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે. દહીં અને કેરીનું એકસાથે સેવન કરવાથી ટોક્સિન બનવા લાગે છે. 

દૂધ અને દહીં- દૂધ અને દહીં એકસાથે ના ખાવા જોઈએ. જેના કારણે એસિડિટી, હાર્ટબર્ન અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ