બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચોમાસામાં શરદી અને ઉધરસની સમસ્યા થવી સામાન્ય બાબત છે. હકીકતે શરીરનું તાપમાન બદલાતી ઋતુના તાપમાન સાથે મેળ ખાતું નથી. આવી સ્થિતિમાં શરીરનું તાપમાન બગડવા લાગે છે અને તબિયત બગડવાની અને શરદી-ખાંસી જેવી સમસ્યાઓ થાય છે.
રાત્રે સુતી વખતે વધી જાય છે ખાંસી
ખાંસી સાથે એક અજીબ વસ્તુ જોડાયેલી છે. કેટલાક લોકોને દિવસ કરતાં રાત્રે વધુ ઉધરસ આવે છે. જો કે, આનો કોઈ પુરાવો નથી. પરંતુ ઘણા લોકો સાથે આવું થાય છે કે રાત્રે સુવા જાયને તરત જ ઉધરસ શરૂ થઈ જાય. રાત્રે સૂતી વખતે ખાંસી માત્ર તમારી જ નહીં પરંતુ બાજુમાં સૂતા લોકોની પણ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.
ADVERTISEMENT

શું તમે પણ આવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો? અહીં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ અથવા ઘરેલું ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી ઘણી હદ સુધી રાહત મળી શકે છે.
ADVERTISEMENT

મધ અને આદુ
આ બંને ઈંગ્રેડિએન્ટ્સ માત્ર ખાંસી જ નહીં પરંતુ શરીરની અન્ય સમસ્યાઓને પણ સરળતાથી દૂર કરી શકે છે. જો તમને રાત્રે ઉધરસની સમસ્યા થાય છે તો આદુનો રસ કાઢીને તેમાં થોડું મધ મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટનું સેવન કરો અને સીધા સૂઈ જાઓ. આ પછી ભૂલથી પણ પાણી ન પીવો અને લગભગ એક અઠવાડિયા સુધી કરો. ઉધરસમાં રાહત મળ્યા પછી પણ બે-ત્રણ દિવસ સુધી તેનું સેવન ચાલુ રાખો.
ADVERTISEMENT

આદુ અને ગોળ
ગોળ એક એવું નેચરલ ઈંગ્રેડિએન્ટ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ એક નેચરલ શુગર છે. જે લોહીમાં શુગરનું સ્તર વધારતું નથી. જો તેને આદુ સાથે ખાવામાં આવે તો જે કફ થાય છે તે થોડા દિવસોમાં જ છુટો પડી જાય છે. એક બાઉલમાં થોડો ગોળ ગરમ કરો અને તેમાં આદુનો રસ ઉમેરો. આ પેસ્ટને ખાઈને સૂઈ જાઓ. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો.
ADVERTISEMENT

કાળા મરી અને મીઠું
કેટલીકવાર કંઈક ખોટું ખાવાથી અથવા એલર્જીને કારણે ઉધરસ શરૂ થાય છે. પરંતુ ઊંઘમાં ડિસ્ટર્બ થવાથી બીજા દિવસની દિનચર્યા બગાડી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે એક વાસણમાં કાળા મરીનો ભૂકો લો અને તેમાં થોડું મીઠું નાખો. તેમાં થોડું મધ ઉમેરો અને તેનું સેવન કરો. આ ત્રણ વસ્તુઓ સાથે મળીને ખાંસીમાંથી ઝડપથી છુટકારો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.