બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / hdfc bank job relationship manager supervisor vacancies

નોકરી / આ બૅન્ક દેશના લગભગ તમામ જિલ્લાઓમાં કરવા જઈ રહી છે મોટા પાયે ભરતી, પગાર જાણીને આજે જ કરશો અરજી

Published By: Premal

Last Updated: 05:08 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણ કરનારી HDFC Bankએ MSME ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વધારવા માટે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન 500થી વધારે Relationship Managersની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે.

  • ખાનગી ક્ષેત્રની HDFC Bankમાં પડી ભરતી
  • Bank MSME ક્ષેત્રમાં વધારશે પોતાનો વ્યાપ
  • 500થી વધુ Relationship Managersની કરાશે નિમણુંક

અમે પોતાની MSME પહોંચને વધારી રહ્યાં છે
આ નિમણુંકોની સાથે બેંકના માઈક્રો, નાના અને મધ્યમ શાખામાં કુલ કર્મચારીઓની સંખ્યા 2500 થઈ જશે. અત્યારે બેંકની MSME શાખાની પહોંચ 545 જિલ્લા સુધી છે, જ્યાં તેના સંપર્ક મેનેજર અને નિરીક્ષક છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં આ ક્ષમતા વધીને ઓછામાં ઓછી 575 જિલ્લા સુધી થઈ જશે. બેંકિંગ કારોબાર અને હેલ્થ કેર ફાઈનાન્સના વરિષ્ઠ કાર્યકારી ઉપાધ્યક્ષ સુમંત રામપાલે સોમવારે પીટીઆઈને જણાવ્યું, અમે પોતાની MSME પહોંચને 545થી વધારી 575 જિલ્લા સુધી કરી રહ્યાં છે. એવામાં ચાલુ નાણાંકીય વર્ષમાં MSME શાખામાં 500થી વધુ લોકોની નિમણુંક કરી રહ્યાં છે. જેનાથી આ શાખામાં કુલ કર્મચારીઓની સંખ્યા 2500થી થોડી વધારે હોવી જોઈએ.

લોન સુવિધા વધારવાના ક્ષેત્રમાં પણ થયો વધારો
MSME હેઠળ જથ્થાબંધ અને છૂટક વ્યાપારીઓની લોનને સામેલ કર્યા બાદ 2021ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બેંકનું MSME લોનનું દેવુ સામાન્ય રીતે વધીને 2,01,833 કરોડ રૂપિયા થયુ છે, જે ડિસેમ્બર 2020માં 2,01,758 કરોડ રૂપિયા હતું. રામપાલે વધુમાં કહ્યું કે, બેંકનો MSME પોર્ટફોલિયો, કપડાં, નિર્માણ, એગ્રો-પ્રોસેસિંગ, રસાયણ, ગ્રાહકનો સામાન, હોટલ અને રેસ્ટોરન્ટ, ઓટો મશીનરી, ફાર્મા અને કાગળ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે અને તેમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, વિતરક સામેલ છે. તેમણે કહ્યું કે, બેંક છેલ્લાં બે વર્ષોથી આ ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપી રહી છે અને મહામારી બાદ સરકાર દ્વારા નાના વ્યાપારીઓ માટે લોન સુવિધા વધારવાના ક્ષેત્રમાં પણ વધારો થયો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News HDFC Bank MSME Sector Private Sector Relationship Managers Jobs

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ