બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / HC's displeasure over the land of the islands in Bat Dwarka

દ્વારકા / તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે? : બેટ દ્વારકાના 2 ટાપુઓ પર વક્ફ બોર્ડે દાવો કરતા હાઈકોર્ટે દર્શાવી નારાજગી

Kiran

Last Updated: 10:48 AM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેટ દ્વારકામાં 8 જેટલા નાના ટાપુઓની જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો જે બાદ હાઈકોર્ટે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે, કૃષ્ણ નગરીમાં વકફ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે?

  • બેટ દ્વારકામાં આવેલ ટાપુઓની જમીન મામલે HCની નારાજગી
  • તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે?: હાઈકોર્ટની અરજદારને ટકોર
  • કૃષ્ણ નગરીમાં વકફ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે?: HC

બેટ દ્વારકામાં 8 જેટલા નાના ટાપુઓની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી દર્શાવી છે, બેટ દ્વારકાના 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કરાતા હાઈકોર્ટ અરજી સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો. મહત્વનું છે કે વકફ કમિટીએ જમીન પોતાની માલિકીની હોવાની અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે? કૃષ્ણ નગરીમાં વકફ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે? જે બાદ હાઈકોર્ટે અરજી સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સંગીતા વિસેનની કોર્ટમાં આ અરજી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. 

8 જેટલા નાના ટાપુઓની જમીન મામલે હાઈકોર્ટની નારાજગી

સુન્ની વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકામાં સ્થિત બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ન્યાયાધીશે અરજદારને કહ્યું કે તમે શું વાત કરો છો. ભગવાન કૃષ્ણના શહેર પર તમારો અધિકાર કેવી રીતે હોઈ શકે? ન્યાયાધીશે આ અરજી પણ ફગાવી દીધી હતી. બેટ દ્વારકામાં લગભગ આઠ ટાપુઓ છે, જેમાંથી ભગવાન કૃષ્ણના બે મંદિરો બંધાયેલા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, મીરાબાઈ અહીં તેમની મૂર્તિમાં સમાઈ ગયા હતા. બેટ દ્વારકાના આ બે ટાપુઓ પર લગભગ સાત હજાર પરિવારો રહે છે, જેમાંથી લગભગ 6 હજાર પરિવારો મુસ્લિમ છે. વકફ બોર્ડ આના આધારે આ બે ટાપુઓ પર પોતાનો દાવો કરે છે, પરંતુ કોર્ટમાં તેની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કરીને તેમના દાવાને ફગાવી દીધો હતો. 

દ્વારકાને લઇને શું માન્યતા છે?

દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ 12 યોજન ભૂમિ પર નગરની સ્થાપના કરી હતી અને મથુરા છોડી શ્રી કૃષ્ણએ દ્વારકાના દરિયા કિનારે વસવાટ કર્યો હતો. દ્વારકાએ ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પર આવેલું એક સમૃદ્ધ શહેર હતું અહીં મહાભારત યુદ્ધના 36 વર્ષ પછી જ દ્વારકાપુરી સમુદ્રમાં ડૂબી હતી.એવું માનવામાં આવે છે કે 9000 વર્ષ જૂનું ઉત્તમ શહેર 4000 વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયું એવી માન્યતા છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે પૂર્વે ભારતમાં ઉચ્ચ ક્રમની કોઈ સંસ્કૃતિ ન હોવી જોઈએ, પરંતુ કાર્બન ડેટિંગ પરથી હવે સ્પષ્ટ થાય છે કે દ્વારકા 9000 વર્ષ જૂનું શહેર છે. આ પૌરાણિક શહેર હિમયુગ પછી 400 ફૂટની ઉંચાઈને કારણે દરિયામાં ડૂબી ગયું હોવાનું પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ અહીં 12 યોજન ભૂમિ પર નગરની સ્થાપના કરી હતી. દરિયાની અનંત ઊંડાણમાં ડૂબી ગયેલું દ્વારકા, ગોમતી નદી (ગુજરાત) અને અરબી સમુદ્રના સંગમ પર આવેલું એક સમૃદ્ધ શહેર હતું. દ્વારકા સમુદ્રમાં વિલીન થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ વૈકુંઠધામ ગયા હતા. હાલનું બેટ દ્વારકા જ્યાં આવેલું છે, તે જ દરિયાના ભાગમાં પ્રાચીન શહેર વસેલું હતું.

બેટ દ્વારકાના કલસ્ટરમાં 8 નાના ટાપુ 

બેટ દ્વારકાને લઇને માન્યતા વકફ બોર્ડ દ્વારકામાં આવેલા બે ટાપુઓ પર પોતાની માલિકી હોવાનો દાવો કર્યો છે. બેટ દ્વારકાના કલસ્ટરમાં 8 નાના ટાપુ છે જ્યારે દ્વારકાના કિનારે આવેલો નાનો ટાપુ બેટ દ્વારકા  છે, અહીં શ્રી કૃષ્ણ શાસન દ્વારકાથી કરતા હતા જ્યારે શાસન દરમિયાન શ્રીકૃષ્ણનું નિવાસ સ્થાન બેટ દ્વારકા હતું શ્રી કૃષ્ણનું પ્રિયસ્થાન હોવાથી આજ સુધી બેટ દ્વારકાને કોઇ આંચ આવી નથી, અહીં ભૂકંપ,સુનામી જેવી કુદરતી આફતથી બેટ દ્વારકાને કશું નુકસાન થયું નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ