બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Harsh Sanghvi big announcement for Gujarat Police Salary increase

નિર્ણય / BIG NEWS: ગુજરાત પોલીસ માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત, જાણો કોન્સ્ટેબલ, હેડ કોન્સ. અને ASIનો કેટલો વધ્યો પગાર

Vishnu

Last Updated: 10:15 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીના પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની માહિતી આપી હતી

  • ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં કરાયો વધારો
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

​​​​​ગુજરાતના પોલીસકર્મીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- તમારા સૌ માટે CMએ મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ મોટું મન રાખી CMએ 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે. દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે. 28-10-2021ના રોજ કમિટી બનાવી હતી. ગુજરાત પોલીસ જવાનોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

માસિક કેટલો પગાર વધ્યો?

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે, અગાઉ 3 લાખ 63 હજાર હતો.  હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો:જ્યારે ASIના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.

ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં કરાયો વધારો

  • ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો 
  • અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો
  • હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો
  • પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો
  • અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ  63 હજાર 660 હતો
  • વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો 
  • અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો 
  • હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો
  • ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો 
  • અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો 
  • હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો

CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય લીધો છે, 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. ત્યારે CMએ ટ્વીટ કરી કહ્યું કે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Harsh Sanghvi Police Salary increase ગુજરાત પોલીસ પોલીસ ગ્રેડ પે પોલીસ પગાર વધારો હર્ષ સંઘવી Gujarat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ