VIDEO: અમદાવાદમાં હાર્દિક પટેલની જાહેરમાં લોકોએ કરી ફજેતી, કહ્યું આવું શું કામ કર્યુ?
Team VTV08:16 PM, 26 Mar 19
| Updated: 09:09 PM, 30 Mar 19
અમદાવાદ: હાર્દિક પટેલે રાજકારણમાં તો જંપલાવી લીધું. પરંતુ ક્યાંકને ક્યાંક લોકો તેનાથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અવાર-નવાર હાર્દિકના વિરોધના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં ફરી એવાર અમદાવાદમાં હાર્દિક પટેલની બેઈજ્જતી થઈ ગઈ.
હાર્દિક પટેલ અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં કોઈ ખાનગી ચેનલના ઈન્ટરવ્યુ માટે પહોંચ્યો તો ત્યાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા. આ સાથે જ એવું પણ કહ્યું કે, કોઈ કાઢો આને અહીંથી કાઢો..બિચારા હાર્દિકનો તો જાણે જાહેરમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયો હતો. આ પહેલા જામનગરમાં પણ ધુળેટીના દિવસે આ જ પ્રકારે અપમાન સહન કરવું પડ્યું હતું.
टुकड़े टुकड़े गैंग के समर्थक @HardikPatel_ के सामने अहमदाबाद के प्रह्लाद नगर उद्यान में लोगों ने लगाए भारत माता की जय के नारे। लोगों ने कहा निकालो इसे यहां से बाहर। इतनी बेइज्जती कैसे सहन कर लेते हो हार्दिक? pic.twitter.com/1IpZSadjZm
જામનગરમાં પણ થયો હતો વિરોધ
જામનગરમાં પણ ખાનગી પાર્ટી પ્લોટમાં ધૂળેટીનું આયોજન કરવામાંઆવ્યુ હતું. જેમાં લોકોએ ઈન્ડીયન આઈડલના કલાકારો સાથે નાચતા-ગાજતા રંગોના આ પર્વની ખૂબ મજા માણી. તો આ બધાની સાથે ભાજપમાં તાજેતરમાં જ જોડાયેલ રીવાબા જાડેજા પણ જોડાયા હતા અને લોકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
રીવાબા જાડેજા ગયા બાદ થોડી જ મિનિટોમાં કોંગ્રેસના યુવા નેતા હાર્હિક પટેલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. જો કે લોકોએ મોદી.. મોદી....ના નારા લગાવી હાર્દિકનો વિરોધ વ્યકત કર્યો. ત્યારે હાર્દિકે વિરોધનો હસતા મોઢે સ્વીકાર કરીને કહ્યુ. કે,લોકશાહીમાં સર્મથન કરવુ અને વિરોધ કરવો લોકોનો અધિકાર છે. તેમજ મોદી તેમને સરકારી નોકરી આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
મહત્વનું છે કે, હાર્દિક સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જ્યારે તે માઇકમાં બોલતો હતો પણ લોકો તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી મોદીના નારા ચાલું રાખ્યા હતા. જેથી હાર્દિક શરમજનક સ્થિતિ મુકાયો હતો અને થોડીવારમાં ત્યાંથી ચાલ્યો ગયો હતો. રીવાબાએ મોદી મોદીના લગાવ્યા નારા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને તાજેતરમાં ભાજપમાં જોડાનાર રીવાબા પણ ધુળેટીની ઉજવણી કરવા કેસુડો ઇવેન્ટમાં પહોંચ્યા હતા. લોકોએ તેને આવકાર્યા હતા અને રીવાબાએ પણ લોકોની ઉજવણીમાં ઉત્સાહ વધાર્યો હતો. તેમજ લોકોને મોદી મોદીના નારા લગાવ્યા હતા. આમ એક જ ઇવેન્ટમાં પહોંચેલા રીવાબા અને હાર્દિક પટેલની હાજરી વખતે વિરોધાભાસ જોવા મળ્યો હતો.