બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Hardik may be out of the series after Australia

ક્રિકેટ / હાર્દિક પંડ્યાની ઈજાને લઈને આવી અપડેટ: વર્લ્ડકપની વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આટલા સમય માટે ટીમની બહાર રહેશે સ્ટાર ખેલાડી

Kishor

Last Updated: 10:57 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023ની વચ્ચે ઈજાના કારણે હાલ તે આરામ પર છે ત્યારે ઓસ્ટ્રેલિયા બાદ યોજાનાર સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી તે બહાર નીકળી શકે છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચનો મહામુકાબલો
  • ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈ મોટા સમાચાર
  • ઓસ્ટ્રેલિયા બાદ યોજાનાર પ્રવાસમાંથી પણ હાર્દિક બહાર નીકળી શકે છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચનો મહામુકાબલો ખેલાશે. જેને લઈને લઈને ક્રિકેટ પ્રેમીઓની આતુરતા અસમાનને આંબી રહી છે. આ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાત એમ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023ની વચ્ચે ઈજાના કારણે હાલ તે આરામ પર છે અને સમાચાર એવા સામે આવતા હતા કે તે ટૂર્નામેન્ટ બાદ ઓસ્ટ્રેલિયા-ભારત T20 શ્રેણીમાં ફરી મેદાનમાં દેખાઈ શકે છે તેવી અપેક્ષા હતી, જેના પર સસ્પેન્સ છે અને હવે એવું સામે આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા બાદ યોજાનાર પ્રવાસમાંથી તે બહાર નીકળી શકે છે.

વર્લ્ડ કપ દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી

વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયા જોરદાર પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લીગ મેચ દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી. બોલ પકડવાના પ્રયાસ દરમિયાન તેને ગંભીર ઇજા થવા પામી હતી. બોલ તેના પગની ઘૂંટીમાં વાગતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ પછી તરત જ તે મેદાનની બહાર નીકળી ગયો હતો. જે ટૂર્નામેન્ટમાં પાછો ફરશે તેવી ચાલકોને આશા હતી અને લોકો આતુરતાથી રાહ પણ જોતા હતા, પરંતુ થોડા દિવસો પછી BCCIએ એક અપડેટ જારી કરીને કહ્યું કે તેને સાજા થવામાં સમય લાગી શકે છે. જેથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 


ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં રમવું મુશ્કેલ છે

વર્લ્ડ કપ 2023ની રવિવારે ફાઇનલ મેચને જેને પગલે ટીમ ઇન્ડિયા ગુજરાતના અમદાવાદ આવી ચૂકી છે. આ વર્લ્ડ કપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણી ખેલાશે. તેની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે, જ્યારે છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાશે. આ સિરીઝમાં હાર્દિકના રમવા પર પહેલેથી જ સસ્પેન્સ છે. તેવામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પણ હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નહીં હોય. તેવી શકયતા વર્તાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ