બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Harappan Settlement Excavated at Lodrani near Dholavira, Gujarat

VTV વિશેષ / કચ્છ : સોનું શોધવાં જતાં હાથ લાગ્યું 4500 વર્ષ જુનું નગર, ધોળાવીરાની એકદમ નજીકમાં, શું શું મળ્યું?

Hiralal

Last Updated: 10:32 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં છે.

ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર મળ્યું છે. 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જુનું નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે. ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું છે. હકીકતમાં સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદાકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં ASIના પૂર્વ પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ્ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. 

'મોરોધારો' નામ અપાયું 
લોદ્રાણીમાં ઘણા સમયથી વિશાળ પથ્થરોનો ઢગલો પડ્યો હતો પરંતુ તેની સામે કોઈ જોઈતું પણ નહોતું પરંતુ સોનાની લાલચમાં ગામલોકો આવી ગયાં અને આજુબાજુમાં ખોદાકામ કરવા લાગ્યાં હતા જેમાં આ જુનું નગર ઉઘાડું પડ્યું હતું. ધોળાવીરાથી નજીકના અંતરે હોવાથી માની શકાય કે બન્ને વચ્ચે જરુર કોઈ કડી હશે. જાન્યુઆરીમાં આ સ્થળની શોધ થઈ હતી અને તેને 'મોરોધારો' નામ આપ્યું છે.પુરાતત્વવિદ્ અજય યાદવના જણાવ્યા મુજબ, ખોદકામથી મોટી સંખ્યામાં હડપ્પનકાળના વાસણો મળ્યા છે, જે ધોળાવીરા ખાતે મળેલા પુરાતત્વીય સ્થળ જેવા જ છે. વિગતવાર તપાસ અને ખોદકામથી વધુ મહત્વની માહિતી મળશે પરંતુ આ હેરિટેજ સાઈટ વિશેની અમારી સૌથી મહત્વની શોધ એ છે કે મોરોધારો અને ધોળાવીરા બંને સમુદ્ર પર નિર્ભર હતા અને આ સ્થળ રણની ખૂબ નજીક હોવાથી તે યોગ્ય છે.  ધોળાવીરાની જેમ આ શહેર પણ હજારો વર્ષ પહેલાં જમીનમાં દટાઈ ગયું અને પછી રણ બની ગયું.

1967માં જ શંકા હતી કે અહીંયા નગર હશે 
1967-68માં પુરાતત્વવિદ્ જે.પી.જોશીએ ધોળાવીરાથી 80 કિમીના વ્યાસમાં સર્વે શરુ કર્યો હતો અને તે વખતે તેમનું માનવું હતું કે આ જગ્યાએ બીજું કોઈ હડપ્પીયન સ્થળ હોવું જોઈએ પરંતુ ત્યારે કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. આ પછી 1989 અને 2005 ની વચ્ચે ધોળાવીરા ખોદકામ દરમિયાન, પુરાતત્વીય નિષ્ણાતોએ પણ આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી, પરંતુ તેમ છતાં કંઈ મળ્યું ન હતું. પરંતુ હવે જ્યારે ગ્રામજનોએ ખજાનો શોધવાનું શરૂ કર્યું ત્યારે હડપ્પન યુગના અવશેષ મળ્યો હતા.

17 જાન્યુઆરી 2024ના દિવસે વડનગરમાં મળ્યું હતું 2800 વર્ષ જુનું નગર 
PM મોદીનું ગામ વડનગર ફરી લાઈમલાઈટમાં આવ્યું છે. વડનગરમાં દટાયેલું હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી છે.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોને ખોદકામ દરમિયાન વડનગરમાંથી 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે એટલે ઈશુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસાહતોથી ધમધમતું હતું. 

ખોદકામમાં બીજું શું શું મળ્યું 
ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, "ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા - મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે." અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. "અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે. 

20 મીટર ઊંડે મળ્યાં સાત કાળખંડોના અવશેષો 
 અંબેકરે કહ્યું કે અહીં ખૂબ પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. 2016થી ASI અહીં ઊંડું ખોદકામ કરી રહયું હતું અને 20 મીટર ઊંડા ખોદકામમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઈસ.પૂર્વે 800ના છે. અમારાં પ્રાથમિક અનુમાનો એવાં તારણો આપે છે કે વડનગર અંદાજે 3500 વર્ષ પુરાણું શહેર હોઈ શકે છે. આર્કિયોલૉજિકલ સુપરવાઇઝર મુકેશ ઠાકોરે કહ્યું કે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી એટલે કે 2005થી વડનગરમાં પુરાતત્વીય ખોદકામ અને રિસર્ચ ચાલુ છે. અત્યાર સુધી એક લાખથી વધુ અવનવા અવશેષો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.

વધુ વાંચો : VIDEO : વડનગરની ધરતી નીચેથી નીકળ્યું 2800 વર્ષ જુનું શહેર, સાત કાળખંડો મળ્યાં, બીજું તો ઘણું બધું

વડનગર કેમ લાંબો સમય જીવંત રહ્યું 
અંબેકરે કહ્યું કે આ શહેર આટલો લાંબો સમય જીવંત રહ્યું હોવાનું કારણ એ છે કે તેની વૉટર મૅનેજમૅન્ટ સિસ્ટમ અને જમીનમાં પાણીનું સ્તર ખૂબ સારું છે. સમયાંતરે અહીં એટલે જ ખેતીવાડી વગેરે વ્યવસાયો વિકસતા રહ્યા છે. અત્યાર સુધીમાં વડનગરમાં 30 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. અવશેષો એ વાતની સાબિતી આપે છે કે બૌદ્ધ, જૈન અને હિન્દુ તમામ ધર્મોના લોકો અહીં હળીમળીને રહેતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ