બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / ભારત / Remains of 2,800-year-old settlement found in PM Modi's village in Gujarat

PM મોદીના ગામનો વીડિયો / VIDEO : વડનગરની ધરતી નીચેથી નીકળ્યું 2800 વર્ષ જુનું શહેર, સાત કાળખંડો મળ્યાં, બીજું તો ઘણું બધું

Hiralal

Last Updated: 10:07 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના વતન વડનગરમાં 2800 વર્ષ જૂની વસાહતોના અવશેષો મળી આવ્યાં છે.

  • PM મોદીનું ગામ વડનગર ફરી લાઈમલાઈટમાં 
  • વડનગરમાં મળી 2800 વર્ષ જૂની વસાહતો 
  • 20 મીટર ઊંડે મળ્યાં સાત કાળખંડોના અવશેષો 

PM મોદીનું ગામ વડનગર ફરી લાઈમલાઈટમાં આવ્યું છે. વડનગરમાં દટાયેલું હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી છે.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોને ખોદકામ દરમિયાન વડનગરમાંથી 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે એટલે ઈશુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસાહતોથી ધમધમતું હતું. 

ખોદકામમાં બીજું શું શું મળ્યું 
ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, "ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા - મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે." અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. "અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે. 

20 મીટર ઊંડે મળ્યાં સાત કાળખંડોના અવશેષો 
 અંબેકરે કહ્યું કે અહીં ખૂબ પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. 2016થી ASI અહીં ઊંડું ખોદકામ કરી રહયું હતું અને 20 મીટર ઊંડા ખોદકામમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઈસ.પૂર્વે 800ના છે. અમારાં પ્રાથમિક અનુમાનો એવાં તારણો આપે છે કે વડનગર અંદાજે 3500 વર્ષ પુરાણું શહેર હોઈ શકે છે. આર્કિયોલૉજિકલ સુપરવાઇઝર મુકેશ ઠાકોરે કહ્યું કે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી એટલે કે 2005થી વડનગરમાં પુરાતત્વીય ખોદકામ અને રિસર્ચ ચાલુ છે. અત્યાર સુધી એક લાખથી વધુ અવનવા અવશેષો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.

વડનગર કેમ લાંબો સમય જીવંત રહ્યું 
અંબેકરે કહ્યું કે આ શહેર આટલો લાંબો સમય જીવંત રહ્યું હોવાનું કારણ એ છે કે તેની વૉટર મૅનેજમૅન્ટ સિસ્ટમ અને જમીનમાં પાણીનું સ્તર ખૂબ સારું છે. સમયાંતરે અહીં એટલે જ ખેતીવાડી વગેરે વ્યવસાયો વિકસતા રહ્યા છે. અત્યાર સુધીમાં વડનગરમાં 30 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. અવશેષો એ વાતની સાબિતી આપે છે કે બૌદ્ધ, જૈન અને હિન્દુ તમામ ધર્મોના લોકો અહીં હળીમળીને રહેતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ