એરંડા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ યાર્ડમાં કપાસ બાદ એરંડાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
જાણો રાજકોટના એરંડાના તમામ માર્કેટના બજાર ભાવ
રાજકોટ યાર્ડમાં એરંડાના ભાવ ઉંચકાયા
600 માંથી 1500નો બોલાયો ભાવ
રાજકોટના એરંડા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ યાર્ડમાં કપાસ બાદ એરંડાના ભાવમાં પણ વધારો થયો છે. રાજકોટ યાર્ડમાં એરંડાના ભાવ 600 માંથી 1500 રૂપિયા પહોંચ્યો છે.
રાજકોટના એરંડા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર
ચાલુ વર્ષે એરંડાના ઉંચા ભાવ જળવાઈ રહેતાં રાજકોટ માર્કેટયાર્ડમાં એપ્રિલ અને મે મહિનામાં વિપુલ આવક નોંધાઈ હતી. ત્યારે શનિવારે રાજકોટ માર્કેટ યાર્ડની હરાજીના એરંડા ભાવમાં 1500 સુધી ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
રાજકોટ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી એરંડાની સારી આવક નોંધાઈ હતી. પરંતુ આવક અડધી થઈ જતાં ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. એરંડાના એક મણના રૂ.1500 સુધીના ઉછાળા સાથે રૂ.1500ની સપાટી વટાવી જતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, કપાસ બાદ એરંડાના ભાવમાં પણ વધારો, કપાસ બાદ એરંડાના ભાવ વર્ષો બાદ વધ્યા છે.