ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / hanuman jayanti 2024 famous hanuman temples of india

ધર્મ / ભારતના 5 એવા હનુમાન મંદિર જ્યાં દર્શન માત્રથી જ દૂર થઈ જાય છે દરેક મુશ્કેલીઓ, દેશ-વિદેશથી લોકો આવે છે દર્શને

Published By: Vishal Khamar

Last Updated: 10:54 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Temples Of India: દેશભરમાં હનુમાનજીના ઘણા એવા દેવસ્થળ છે જ્યાં દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ મંદિરોમાં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે. આવો જાણીએ ભારતમાં સ્થિત હનુમાનજીના આવા જ અમુક ખાસ મંદિરો વિશે.

ADVERTISEMENT

  • હનુમાનજીના આ મંદિરો છે ખૂબ જ પ્રખ્યાત 
  • દેશ-વિદેશથી લોકો અહીં આવે છે દર્શન કરવા 
  • આવો જાણીએ ભારતના આવા ખાસ મંદિરો વિશે 

હનુમાનગઢી, અયોધ્યા ઉત્તર પ્રદેશ-રામનગરી અયોધ્યા, જ્યાં વર્તમાનમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં પર સ્થિત છે રામ ભક્ત હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર હનુમાનગઢી. પૈરાણિક કથાઓ અનુસાર આ મંદિર પ્રભુ શ્રી રામે, લંકા પરત ફર્યા બાદ પોતાના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને આપ્યું હતું. 

આ મંદિરમાં આજે પણ તે નિશાન રાખવામાં આવ્યા છે જ્યાં લંકાથી પ્રભુ રામ આવ્યા હતા. અયોધ્યામાં રામ દર્શનની સાથે હનુમાનજીના આ મંદિરમાં દર્શન કર્યા વગર તમારી પૂજા અધુરી માનવામાં આવે છે. 

મોટા હનુમાનજી, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ 
આ મંદિરમાં હનુમાનજીની 20 ફૂટ લાંબી આડી મૂર્તી છે. આ પ્રતિમાના દર્શન માટે રોજ ભારે સંખ્યામાં ભક્તોની ભીડ લાગે છે. હનુમાનજીના આ સ્વરૂપના દર્શન વગર સંગમ સ્નાન અધુરૂ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે વરસાદના સમયે હનુમાનજી જલમગ્ન થઈ જાય છે. આ સમયે તેમને કોઈ અન્ય સ્થાન પર લઈ જવામાં આવે છે. 

સાલાસર હનુમાન મંદિર, રાજસ્થાન 
હનુમાનજીનું આ પ્રસિદ્ધ મંદિર સાલાસર બાલાજીના નામથી પણ ઓળખાય છે. હકીકતે, આ મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમામાં દાઢી અને મૂછો છે જેના કારણે પણ આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બજરંગબલીના આ મંદિરમાં જે પણ ભક્ત સાચી શ્રદ્ધા અને સાફ મનથી પોતાની મનોકામના લઈને આવે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે. 

જાખુ ટેમ્પલ, શિમલા 
પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે સ્થિત આ હનુમાન મંદિર દેશ-વિદેશમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે એક પ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર છે. જાખુ પર્વની ટોચ પર સ્થિત હોવાના કારણે પણ ઘણા લોકો આ મંદિરમાં દર્શન માટે પહોંચે છે. પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજી જ્યારે ભગવાન લક્ષ્મણ માટે સંજીવની લઈને આવ્યા હતા ત્યારે તેમણે માર્ગમાં આ મંદિર જોયુ જ્યાં યક્ષ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા.  

વધુ વાંચોઃ હનુમાનજીની પૂજા સમયે કરો આ મંત્રનો જાપ, આફતમાંથી મળશે રાહત

ખમ્મમ હનુમાન મંદિર, તેલંગાણા 
આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્નીની પણ પ્રતિમા સ્થાપિત છે જેના કારણે તે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્ની સુર્વચલાની પણ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા એવામાં તેમના વિવાહનો રાઝ તેમના ભક્તોને આ મંદિરની તરફ આકર્ષિત કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Janmotsav 2024 Hanuman Jayanti 2024 Hanuman Jayanti News in Gujarati Hanuman Temples Of India હનુમાન જયંતી 2024 Hanuman Jayanti 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ