બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જો પાકિસ્તાનના ખેલાડીઓએ આ અપીલ કરી હોત, તો વિરાટ કોહલી સદી ન ફટકારી શકત

ચેમ્પિયન ટ્રોફિ 2025 / જો પાકિસ્તાનના ખેલાડીઓએ આ અપીલ કરી હોત, તો વિરાટ કોહલી સદી ન ફટકારી શકત

Last Updated: 05:26 PM, 24 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનીલ ગાવસ્કરનું માનવું છે કે જો પાકિસ્તાનના કોઇ ફિલ્ડરે અપીલ કરી હોત તો તેને ફીલ્ડમાં ખલેલ પહોંચાડવા બદલ આઉટ આપી શકાયો હોત.એટલુ જ નહીં તેમને સ્ટાર બેટ્સમેનને સ્લેજીંગ ન કરવાની પણ સલાહ આપી.

ભારતીય ટીમ પાકિસ્તાન સામે ચેમ્પિયંસ ટ્રોફીમાં 6 વિકેટે જીત હાસિલ કરી છે.ભારતીય ટીમની જીતમાં ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની અહેમ ભુમિકા રહીં.પ્લેયર ઓફ ધ મેચ કોહલીએ અણનમ 100 રન બનાવી ભારતીય ટીમને જીત અપાવી.કોહલીએ 111 બોલની ઇનિગ્સમાં 7 ચોગ્ગા ફટકાર્યા.કોહલીએ વનડે ઇન્ટરનેશનલ કરિયરમાં 51મુ શતક ફટકાર્યું.

તો કોહલી શતક ન બનાવી શકતો.

આ મેચમાં એક તક હતી જ્યારે વિરાટ કોહલી આઉટ થઇ શકતો હતો.. તે પણ પોતાની ભૂલથી. તેની સદીની ઇનિંગ્સ દરમિયાન, કોહલીએ તેની શતકીય પારીમાં એક પાકિસ્તાની ફિલ્ડરના થ્રોને હાથેથી રોક્યો હતો.અને તે નોન સ્ટ્રાઇકર એન્ડ પર આરામથી પહોંચી ગયા હતા.કોહલી એ સમયે 41 રન પર હતા

વધુ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ભારત સામે કઈ ટીમ? થઈ ગયું જાહેર! પાકિસ્તાન લગભગ આઉટ

વિરાટ કોહલીનું આમ કરવું આઇસીસીના નિયમોની વિરુદ્ધ હતું અને('obstructing the field)ને કારણે આઉટ થઇ શકતા હતા.જો કે, પાકિસ્તાનના કોઈ પણ ફીલ્ડરે અપીલ કરી ન હતી, જેના કારણે કોહલી બચી ગયો હતો. આ ઘટના 21 મી ઓવરમાં બની હતી.

કોહલીએ હરિસ રોઉફના પાંચમાં બોલ પર સિંગલ લીધો,જોકે નોન સ્ટ્રાઇકર એન્ડ પર સટીક થ્રો આવ્યો હતો.એટલે કોહલીએ તેના ગ્લોસથી બોલ રોકર્યો હતો.જોકે કોહલીનો ઇરાદો મેચને ખલેલ પહોંચાડવાનો નહોંતો.કોહલીએ આરામથી રન પૂર્ણ કર્યો, પરંતુ પાકિસ્તાન પાસે અપીલ કરવાનો મોકો હતો.

ICCના નિયમ મુજબ બેટ્સમેન ફિલ્ડિંગમાં ખલેલ પહોંચાડે તો આઉટ આપી શકાય છે.

ICCના નિયમ મુજબ

37.1.1 જ્યારે બોલ રમ્યા હોય અને બેટ્સમેન જાણીજોઇએને ફિલ્ડિંગ સાઇડ ટીમને ખલેલ પહોચાડે તો તેને obstructing the field આઉટ આપવામાં આવે છે.

37.1.2- જો બેટ્સમેન જાણીજોઇને બોલને હાથથી મારે છે તો તેને ફિલ્ડને ખલેલ પહોંચાડવા બદલ આઉટ આપવામાં આવે છે.આ સ્ટ્રાઇકર અને નોન સ્ટ્રાઇકર એન્ડ બંને પ્લેયરો પર લાગૂ પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

champions-trophy-2025 obstructing the field Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ