બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / hacks to save electricity bill during summer

તમારા કામનું / AC વાપરતા હોય તો આજથી જ અપનાવો આ 5 ટિપ્સ, લાઈટ બિલ આવશે એકદમ ઓછું

Jaydeep Shah

Last Updated: 12:51 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં AC ઓન રાખવાથી વિજળી બિલનું ટેન્શન વધી જાય છે. તો જાણો ક્યા પ્રકારે ACનો ઉપયોગ કરવો જૌઇએ, જેથી વધુ પડતા વિજળી બિલથી બચી શકાય.

  • ACને કારણે આવે છે વધારે વિજળી બિલ 
  • ACમાં ટાઈમર સેટ કરવાનું ન ભૂલો 
  • યોગ્ય તાપમાન પર જ AC ઓન રાખો 

ગરમીનો ત્રાસ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. તડકામાં તો એવું લાગે છે માનો ચામડી બળી ગઈ હોય. ગરમી વધતા જ પંખાની સ્પીડ 4-5 પર ચાલી જાય છે. જેમની પાસે એર કંડીશનર છે, તેઓ ઠંડકની વ્યવસ્થા કરી લે છે. ઘરમાં સતત AC ઓન રાકવામાં કોઈ તકલીફ નથી, પરંતુ લાઈટ બિલનું ટેન્શન વધી જાય છે. આવામાં આપણું ધ્યાન એ વાત પર હોય છે કે શું AC ઓન રાખવા છતાં વિજળી બિલ ઓછું આવે એવું કંઈ થઈ શકે. એક ઉપાય છે જેનું પાલન કરવું પડશે, તો તમે વધારે ઈલેક્ટ્રીસીટી બિલથી બચી શકો છો. 

1. યોગ્ય તાપમાન પર ઓન રાખો AC 


ભૂલથી પણ ખૂબ ઓછા તાપમાન પર AC ઓન ન રાખવું જોઈએ. આવું કરવાથી તબિયત પણ બગડે છે અને વિજળી બિલનું ટેન્શન તમને હેરાન કરી મુકે છે. બ્યૂરો ઓફ એનર્જી ઇન્ફીશંસી કે BEEનું માનીએ તો 24 ડિગ્રી પર AC સેટ કરવું જોઈએ. આપણા શરીર માટે આ જ યોગ્ય તાપમાન છે અને આમ કરવાથી વિજળી બિલ પણ વધારે આપવું નથી. 

2. પાવર બટન બંધ કરવાનું ન ભૂલતા 


આપણે એ આદત પાડવી પડશે કે જ્યારે AC બંધ હોય ત્યારે પાવર બટન પણ ઓફ જ હોવું જોઈએ. મોટાભાગના લોકો AC રીમોટથી જ ઓફ કરે છે. આમ કરવાથી વિજળી બિલ વધે છે. એટલા માટે પાવર બટન ઓફ કરવાનું ન ભૂલવું જોઈએ. 

3. ACમાં ટાઈમર લગાવો 


આજકાલ બધા ACમાં ટાઈમર આવે જ છે. આખી રાત AC ઓન રાખવાને બદલે તેમાં ટાઈમર સેટ કરી દેવું જોઈએ. 2-3 કલાક સતત ઓન રાખ્યા બાદ ટાઈમર સેટ કરી AC ઓફ કરી દેવું જોઈએ. આમ કરવાથી વધારે વિજળી બિલથી બચી શકાય છે. 

4. ACનું સર્વિસિંગ કરાવવું 


બધા વિજળી ગેજેટ્સનું સમય સમય પર સર્વિસિંગ કરાવવું પડે છે. આમ કરવાથી તેની ક્વોલિટી જળવાઈ રહે છે. ભારતમાં આખું વર્ષ ACની જરૂર પડતી નથી, શીયાળામાં તો AC બંધ જ રહે છે, એટલા માટે તેનું સર્વિસિંગ જરૂરી બની જાય છે.  ACમાં હૂલ વગેરે જામી જાય, તો મશીનને નુકસાન પહોંચી શકે છે. 

5. દરવાજો અને બારીઓ બંધ કરી દો 


AC ઓન કરતા પહેલા દરવાજો અને બારીઓ જોઈ લેવા જોઈએ કે બંધ છે કે નહી. બહારની હવા અંદર આવવાથી કે અંદરની હવા બહાર જવાથી ACનો પ્રભાવ ઘટે છે. આમ કરવાથી કારણ વિના વિજળી બિલ વધારે આવે છે અને રૂમ ઠંડો થવામાં વધારે સમય પણ લાગે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Air Conditioner Gujarati News lifestyle એર કંડીશનર Lifestyle
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ