બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / વિશ્વ / અમદાવાદના સમાચાર / Gujarati youth killed his wife abroad and absconded FBI declared him most wanted
Vishal Khamar
Last Updated: 12:30 PM, 13 April 2024
યુનાઈટેડ સ્ટેટ્સનાં ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ટોપ 10 માં મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદનાં વિરમગામનાં રહેવાસી અને ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ એફબીઆઈ દ્વારા તેનાં પર અઢી લાખ ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ભદ્રેશકુમાર પટેલ 2015 થી ફરાર છે. તેમજ તેણે મેરીલેન્ડ રાજ્યનાં હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની ઘાતકી હત્યા કરી હતી.
ADVERTISEMENT
The #FBI offers a reward of up to $250,000 for info leading to the arrest of Ten Most Wanted Fugitive Bhadreshkumar Chetanbhai Patel, wanted for allegedly killing his wife while they were working at a donut shop in Hanover, Maryland, on April 12, 2015: https://t.co/tCZ0Fde7WQ pic.twitter.com/GGLK4dBLhA
— FBI Most Wanted (@FBIMostWanted) April 12, 2024
ADVERTISEMENT
પત્નિએ ભારત પરત જવાનું કહેવા ભદ્રેશે તેનો વિરોધ કરી ધાતકી હત્યા કરી
મળતી માહિતી મુજબ નિર્દયતા પૂર્વક પોતાની પત્નિ પર એક પછી એક છરીનાં ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે ભદ્રેશે જ્યારે તેની પત્નિની હત્યા કરી ત્યારે તેની ઉંર 24 વર્ષ હતી. જ્યારે તેની પત્નિની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમજ બંને દુકાનનાં પાછળનાં ભાગે રૂમમાં જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં પણ અવાર નવાર ભદ્રેશ દ્વારા તેની પત્નિને છરીનાં ઘા માર્યા હતા. આ ઘટના જ્યારે બની ત્યારે ઘણા ગ્રાહકો સ્થળ પર હાજર હતા. આ સમગ્ર બાબતે WTOP નાં રિપોર્ટ મુજબ હત્યાનાં એક મહિનાં પહેલા જ દંપતીનાં વિઝા પૂરા થઈ ગયા હતા. ત્યારે આ બાબતે તપાસ અધિકારીનું કહેવું છે કે, ભદ્રેશની પત્નિ પલક પટેલ ભારત પરત આવવા માંગતી હતી. પરંતું ભદ્રેશે તેનો વિરોધ કર્યો હતો. ત્યારે FBI ભદ્રેશ પટેલને હત્યારો ગણે છે.
વધુ વાંચોઃ ના ટૉયલેટ, ના કૂલર, ના વૉટર, આવી છે અમદાવાદના AMC સંચાલિત બગીચાઓની દયનીય હાલત, સિનિયર સિટીઝનો પરેશાન
હત્યારો ભદ્રેશ પટેલ આઠ વર્ષથી પોલીસ પકડથી દૂર
FBI દ્વારા ભદ્રેશ પટેલની મદદ કરનારને ઈનામની જાહેરાત કરી હતી. વર્ષ 2017 માં માહિતી માટે 100,000 ડોલરનાં ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તે પોલીસ પકડથી દૂર છે. એપ્રિલ 2015 માં ભદ્રેશ પટેલ (ઉ.વર્ષ.24) અને તેની પત્ની પલક પટેલ (ઉ.વર્ષ. 21) ડંકિન ડોનટસ રેસ્ટોરન્ટ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. તેમજ જે દિવસે બનાવ બન્યો ત્યારે રાત્રે સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ જતા પહેલા સ્ટોરનાં કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.