ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદના સમાચાર / gujarati in fbi top 10 most wanted list
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરમગામના આ યુવાને એવું કે શું કરી નાંખ્યુ કે તેનું નામ FBIની મોસ્ટ વોન્ટેડ ટોપ-10 યાદીમાં જાહેર કરવામાં આવ્યુ છે? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી અમેરિકાની પોલીસની આંખોમાં ધૂળ નાંખીને ભાગી રહ્યો છે. વિરમગામનો ભદ્રેશ પટેલે USની પોલીસના નાકમાં દમ કરી મૂક્યુ છે.
સૌથી ખતરનાક ગુનેગારોની યાદીમાં સામેલ છે
FBIની 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગુજરાતી શખ્સનું નામ સામેલ છે. અમદાવાદ નજીક વિરમગામના શખ્સ ભદ્રેશ પટેલનું નામ FBIની 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. 2017થી ભદ્રેશનું નામ આ લીસ્ટમાં છે.
ADVERTISEMENT

1 લાખ ડોલરનું ઈનામ છે બાતમી આપનારને
અમેરિકામાં પોતાની પત્નીની હત્યા બાદ ભદ્રેશ પટેલ ફરાર છે. ભદ્રેશ પટેલે મેરીલેન્ડ સ્થિત હેનોવરવ ખાતે પોતાની પત્નીની હત્યા કરી હતી. વર્ષ 2015થી FBI ભદ્રેશ પટેલની શોધખોળ કરી રહી છે અને તેના પર એક લાખ ડોલરનું ઇનામ પણ જાહેર કરાયું છે.
ADVERTISEMENT
.jpg)
શેના ગુનામાં છે મોસ્ટ વોન્ટેડ
2015માં કે જ્યારે ભદ્રેશ પટેલની ઉમંર 24 વર્ષ હતી અને તેની પત્નીની પલકની ઉમંર 21 વર્ષ હતી ત્યારે તેણે એક મોડી રાતે પોતાની પત્નીને ચાકૂના અનેક ઘા મારીને હત્યા કરી હતી એટલુ જ નહીં પરંતુ હત્યા બાદ તે એકદમ સ્વસ્થ્તા ધારણ કરીને ફરાર થઈ ગયો હતો. અમેરિકા અને ભારત બંનેનીપોલીસ તેને શોધી રહી છે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ