ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
શાહરૂખ ખાને એક વીડિયો રીટ્વિટ કર્યો
શાહરૂખ ખાને બુધવારે એક વીડિયો રીટ્વિટ કર્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા શાહરૂખ ખાનને પોતાનો ક્રશ બતાવી રહી છે. વૃદ્ધ બાના આ વીડિયો પર શાહરૂખ ખાને પ્રેમભર્યો જવાબ આપ્યો છે. સિદ્ધાર્થ અમિત ભાવસારે પોતાની બાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બા ચા પી રહી છે. જેમાં અમિત ગુજરાતી ભાષામાં બાને પૂછે છે, "બા તમારો ક્રશ કોણ છે?" જેના પર બા જવાબ આપે છે, " પહેલા ધર્મેન્દ્ર હતો, હવે શાહરૂખ ખાન છે." અમિત ચોંકીને પૂછે છે, "શાહરૂખ ખાન છે, રણવીર કપૂર-રણબીર સિંહ?" જેના પર બા ના પાડે છે. બા કહે છે કે તેમની એક્ટિંગ તેમને પસંદ છે અને તે કિંગ ખાનને ચાર્મિગ જણાવે છે.
ADVERTISEMENT
Huṁ paṇa tanē prēma karuṁ chuṁ Baa. https://t.co/nZLzYhafFl
— Shah Rukh Khan (@iamsrk) February 22, 2023
શાહરૂખ ખાને આપ્યો સરસ જવાબ
ADVERTISEMENT
આ વીડિયો સિદ્ધાર્થ અમિત ભાવસારે ગઈકાલે શેર કર્યો હતો. હવે શાહરૂખ ખાને ગુજરાતી ભાષામાં જ જવાબ આપતા લખ્યું છે, "બા હું પણ તમને પ્રેમ કરુ છુ." શાહરૂખ ખાનના આ ટ્વિટ પર હજારો રિએક્શન આવી રહ્યાં છે. થોડા સમયમાં તેના પર 1500થી વધુ રીટ્વિટ અને 8 હજારથી વધુ લાઈક્સ આવી ગયા.
યુઝર્સે શું કહ્યું
ADVERTISEMENT
શાહરૂખ ખાન માટે વૃદ્ધની ચાહત અને કિંગ ખાનના જવાબથી પ્રશંસકો ગદગદ છે. એક યુઝરે લખ્યું, બાળક, વૃદ્ધ અને જવાન, બધાના દિલની શાંતિ શાહરૂખ ખાન. બીજાએ લખ્યું, પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઇ શકે છે. જેના માટે કોઈ ઉંમર હોતી નથી. તમારી સાથે છુ મારા શાહરૂખ ખાન. આ સિવાય ઘણા પ્રશંસકો શાહરૂખની આ પોસ્ટ પર પણ શાહરૂખ ખાનને પઠાણના બ્લોકબસ્ટર થયાની શુભેચ્છા આપતા દેખાયા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT