બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / gujarati businessman manish patel murdered in mumbai by 20 years old accused in his apartment
મુંબઈમાં રહેતા એક ગુજરાતી બિઝનેસમેન સાથે એક કરુણ ઘટના બની હતી. એક 20 વર્ષના સગીર દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગળું કાપીને હત્યા
આ બિઝનેસમેનનું નામ મનીષ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ ગળું કાપેલી અવસ્થામાં જ એપાર્ટમેન્ટમાં મળી આવ્યા હતા.
20 વર્ષના સગીરે કરી હત્યા
દહીસર પોલીસે આ મામલે એક 20 વર્ષના સગીરની ધરપકડ કરવામાં આવી છે. જેણે તેની હત્યા કરી હોવાની શંકા પોલીસને છે.
ADVERTISEMENT
એક જ મહિના અગાઉ આવ્યા હતા
મનીષ પટેલ દવાઓ સંબંધિત બિઝનેસ કરે છે. તેઓ મુંબઈ એકાદ મહિના પહેલા જ શિફ્ટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં વ્યાપારની સારી તકો જોઈને તેઓ શિફ્ટ થયા હતા.
તપાસ અધિકારીઓએ કહ્યું હતું કે તેમને બિલ્ડિંગ મેનેજરનો કોલ આવ્યો હતો કે પટેલ તેઓનો કોલ નથી ઉઠાવી રહ્યા અને દરવાજો પણ નથી ખોલી રહ્યા.
ADVERTISEMENT
પોલીસ ઓફિસરે કહ્યું હતું કે મુંબઈમાં તેઓ બિઝનેસન હેતુથી અમુક લોકોને મળ્યા હતા અને તેઓ કોઈને જવાબ નહોતા આપી રહ્યા. ત્યાર બાદ લોકોએ બિલ્ડિંગ મેનેજરને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ દ્વારા આખરે દરવાજો તોડવામાં આવ્યો હતો અને પટેલને ભગવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. ઓટોપ્સીમાં જાણવા મળ્યું હતું કે આ એક હત્યાનો કેસ છે.
ADVERTISEMENT
ઑફિસરે કહ્યું હતું કે શરૂઆતમાં અમે એક સામાન્ય મોતનો કેસ નોંધ્યો હતો. બાદમાં ઓટોપ્સી રિઝલ્ટ આવી જતાં અમે મર્ડરનો કેસ દાખલ કર્યો હતો.
સીસીટીવી ચેક થયા
સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમ બે લોકો શનિવારે રૂમની મુલાકાત લેતા દેખાયા હતા. સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ ગજાનન પાટિલે કહ્યું હતું કે પટેલ અને બીજા બે લોકો એપાર્ટમેંટમાં પાર્ટી કરી રહેલા હતા અને તેમાંથી જ એકની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસે કહ્યું હતું કે પટેલ બે શકમંદોના સંપર્કમાં હતા. આ બંને લોકો વારંવાર તેમની મુલાકાતે આવતા હતા. તેમાંથી એકની ઓળખ રાહુલ રામનાથ શર્મા તરીકે કરવામાં આવી હતી જે એક મજૂર હોવાનું પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું. તેની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.
જો કે પાટીલે કહ્યું હતું કે, "અમે માનીએ છીએ કે હત્યા ગુસ્સામાં થઈ હોય તેવું લાગે છે.જો કે અમે હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.