બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ, આ દસ્તાવેજો તૈયાર રાખજો, જાણો એક ક્લિકમાં ડિટેઈલ
Last Updated: 10:14 AM, 4 November 2025
રાજ્યમાં આજ થી મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ થઇ રહી છે. આજથી 4 ડિસેમ્બર સુધી BLO મતદારોના ઘરે-ઘરે જશે
ADVERTISEMENT
ડુપ્લીકેટ મતદારો દૂર કરવા માં આવશે
BLO પાસે ચાર જુદા જુદા ફોર્મ હશે તે ભરી સુધારણા કરવા માં આવશે .ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી 50 હજારથી પણ વધારે મતદાન કેન્દ્રોના અધિકારીઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવનારી છે. તેમના ઉપર ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ હશે અને 33 જિલ્લા મતદાર અધિકારી આ પ્રક્રિયા પાર પાડશે.
ADVERTISEMENT
ચકાસણીની પ્રક્રિયા
ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી માટે BLO એટલે કે બુથ લેવલ ઓફિસર ઘેર-ઘેર જઈને ફોર્મનું વિતરણ કરશે. તેમા તમારી જન્મતારીખ હશે, આધાર નંબર હશે, મોબાઇલ નંબર, માતાપિતા અને જીવનસાથીના નામ તથા EPIC નંબર ભરવાની જરૂર પડશે.
ADVERTISEMENT
જરૂરી દસ્તાવેજો
ADVERTISEMENT
પ્રારંભમાં તો એક જ ફોર્મ ભરવાનું રહેશે. તમારા દસ્તાવેજો અગાઉના દસ્તાવેજો સાથે મેળ ખાતા હોય તો બીજા કશાની જરૂર પડશે નહીં. હવે જો તમારા નામમાં છેલ્લી મતદારયાદીમાંથી કશું ખૂટતું હોય તો મતદાન અધિકારીને સૂચના મોકલાશે. તેના પગલે તમારો પાસપોર્ટ, આધાર, દસમા ધોરણની માર્કશીટ, પેન્શનર ઓળખ કાર્ડ, સરકારી વિભાગે જારી કરેલું ઓળખપત્ર, જન્મનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણનું સર્ટિફિકેટ, વન અધિકાર સર્ટિફિકેટ, જાતિગત પ્રમાણપત્ર, નેશનલ રજિસ્ટર સિટિઝનમાં નામ, કુટુંબ રજિસ્ટરમાં નામ, જમીન કે મકાન ફાળવણીપત્ર, આધાર કાર્ડ જેવા પ્રમાણપત્રમાંથી ગમે તે એક આપવાનું રહેશે.
ચૂંટણી અધિકારી કેટલી વખત આવશે
ADVERTISEMENT
ગુજરાતમાં મંતદારયાદી સુધારણા કાર્યક્રમમાં BLO દરેક ઘરની ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે. આનાથી વધારે વખત મુલાકાત નહીં લે.
નામ કાઢી નંખાય તો શું ?
ADVERTISEMENT
જો નવમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદારયાદીમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવે તો તે એક મહિના સુધી અપીલ કરી શકો છો. જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કે ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકો છો. તેના સંદર્ભના પુરાવા પણ આપી શકો છો.
હેલ્પલાઇન
તમારે આના માટે 1950 પર સંપર્ક સાધવો રહ્યો. આ ઉપરાંત તમારા વિસ્તારના BLO કે જિલ્લા ચૂંટણી કચેરીનો સંપર્ક સાધવો પડશે.
કવાયતનો હેતુ
કોઈને પણ થાય કે ચૂંટણીપંચ આટલી મોટી કવાયત હાથ ધરી રહ્યું છે, તેની પાછળનો હેતુ શું છે. તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે 1951થી 2004 સુધીમાં આઠ SIR આવી ચૂક્યા છે. છેલ્લા 21 વર્ષથી મતદાર યાદીમાં કોઈ સુધારો થયો નથી. આ દરમિયાન કેટલાય લોકોના મૃત્યુ થયા હોવા છતાં તેમના નામ છે, કેટલાય લોકોએ સ્થળાંતર કર્યુ હોય તો પણ તેમના નામ છે, ઘણાના નામ બે-બે સ્થળે ચાલે છે. આ ઉપરાંત આ યાદીમાં કેટલાય નામ વિદેશી નાગરિકોના છે. આ નામ પણ દૂર કરવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું હતું કે દરેક લાયક મતદાર મતદાનથી વંચિત ન રહે તે ધ્યાનમાં રખાશે અને કોઈપણ ગેરલાયક કે અયોગ્ય મતદાર મત ન આપી જાય તે પણ ધ્યાનમાં રખાશે. ગુજરાતમાં આ સુધારણાની 2027માં યોજનારી વિધાનસભા ચૂંટણી પર પણ પડનારી અસર જોવી મહત્વની હશે. તેના પહેલાં જ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ ફેરફાર કયા પ્રકારની અસર લઈને આવે છે તે જોવાનું રહેશે. આમાં સૌથી મોટી શાંતિ એ છે કે પોતાના રજિસ્ટર સ્થળે નહીં અને બીજે રહેતાં લોકો તેમા ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે.
આ પણ વાંચોઃ આવી ગઈ શિક્ષણ સહાયકની ભરતી, ઉમેદવારો ફટાફટ અરજી કરી દો, જાણો ડિટેઈલ
મુખ્ય ચૂંટણી કમિશ્નરનો દાવો છે કે બિહારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જાણે લોકો તેની રાહ જોતા હતા. તેથી જ હવે આ પગલું આખા દેશમાં ભરવામાં આવનાર છે. ગુજરાતનો પણ તેમાં સમાવેશ થશે. તેના આધારે રાજ્યમાં રહેતા ગેરકાયદે વસાહતીઓ મતદાન કરી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં આવા ગેરકાયદે વસાહતીઓની પણ યાદીમાંથી ઉડાવી દેવામાં આવશે તેમ મનાય છે. આ પ્રક્રિયા સાતમી ફેબ્રુઆરીના રોજ પૂરી થશે તેના પગલે આખી મતદારયાદી સ્વચ્છ થઈ ગઈ તેમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નહીં હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.