બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat University B.A, B.Com, BBA, M.A, M.Com Exam Date Changed
Last Updated: 06:38 PM, 8 January 2024
ADVERTISEMENT
Ahmedabad news: વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, B.A,B.Com,BBA, M.A, M.Comની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 9 અને 10 તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા હવે 17 અને 18મીએ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે
ADVERTISEMENT
GTUની પરીક્ષા તારીખમાં પણ ફેરફાર
આપને જણાવી દઈએ કે, GTUએ પણ પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાઓની તારીખમાં પણ ફેરફાર કર્યો છે. તારીખ 9 અને 10ના રોજ આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરંતુ ટ્રાફિકને લઈ વિક્ષેપ ન આવે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આ બંન્ને દિવસે મુશ્કેલી ન સર્જાય તેને લઈ વિદ્યાર્થીહિત કારી નિર્ણય લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: અમદાવાદીઓ અહીંથી પસાર થતા પહેલાં આ એડવાઇઝરી વાંચી લેજો, વાઇબ્રન્ટ સમિટને લઇ વૈકલ્પિક રૂટ જાહેર
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
ADVERTISEMENT
ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું
વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.