બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites read this advisory before passing through here, alternative route announced for Vibrant Summit

નિર્ણય / અમદાવાદીઓ અહીંથી પસાર થતા પહેલાં આ એડવાઇઝરી વાંચી લેજો, વાઇબ્રન્ટ સમિટને લઇ વૈકલ્પિક રૂટ જાહેર

Vishal Khamar

Last Updated: 01:42 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ને લઈ પાંચ દિવસ સુધી દેશ-વિદેશનાં વીઆઈપી લોકો આવવાનાં છે. જેને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

  • અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાહેર
  • વાયબ્રન્ટ સમિટને લઈ 5 દિવસ માટે એડવાઈઝરી જાહેર
  • શહેરમાં VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી

 અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાયબ્રન્ટ સમિટને લઈ 5 દિવસ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી જાહેર કરી છે.  જેમાં ઈન્દિરાબ્રિજથી ડફનાળાથી સુભાષબ્રિજ રૂટ પર ટ્રાફિકની શક્યતા છે. આ રૂટ સિવાયનાં વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ગાંધીનગર જતા લોકો માટે વિસત અને નાના ચિલોડાનો વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે.  તેમજ એરપોર્ટ જનારા લોકોને બે કલાક વહેલા એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવા એડવાઈઝરી
તેમજ પૂર્વ અમદાવાદથી એરપોર્ટ જતા પ્રવાસીઓએ મેમકો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોએ રિંગ રોડ તેમજ ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગત ટી તેમજ ભદ્રેશ્વર પહોંચી શકાશે. તેમજ પોલીસ દ્વારા ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવા એડવાઈઝરી જાહેર કરી છે. પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જતા લોકો માટે નરોડાનો વૈકલ્પિક રૂટ. જ્યારે પશ્ચિમથી એરપોર્ટ જતા લોકો માટે ચિલોડાનો રૂટ અપાયો છે.

મંગળવારથી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

વધુ વાંચોઃ નો પાર્કીંગ ઝોન, સરકારી કચેરીના સમયમાં ફેરફાર..., ગાંધીનગર જવાનું વિચારતા હોવ તો પહેલાં આટલું વાંચી લેજો

આ રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધિત
આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ