બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / No parking zone, change in government office timings..., read this first if you are thinking of going to Gandhinagar

Vibrant Gujarat 2024 / નો પાર્કીંગ ઝોન, સરકારી કચેરીના સમયમાં ફેરફાર..., ગાંધીનગર જવાનું વિચારતા હોવ તો પહેલાં આટલું વાંચી લેજો

Vishal Khamar

Last Updated: 01:03 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજ સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ રાજભવન જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે, જેઓ 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે 4 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે

  • વાયબ્રન્ટ સમિટને લઈ ગાંધીનગરનાં રસ્તાઓ નો પાર્કિગ ઝોન જાહેર
  • ગાંધીનગરની સરકારી કચેરીઓનાં સમયમાં કરાયો ફેરફાર
  • વડાપ્રધાન આજે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે. આપને જણાવી દઈએ કે, આજે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ રાજભવન જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.  જેઓ 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે 4 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. જ્યારે બપોરે 1:30 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવશે 

UAEના વડા સાથે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે
PM મોદી સાંજે UAEના વડા સાથે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. રાત્રે UAEના વડા સાથે હોટલ લીલામાં ડિનર ડિપ્લોમસી કરશે તેમજ 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ કરાવશે, ગિફ્ટ સિટીમાં આયોજિત કાર્યક્રમમાં જેઓ ભાગ લેશે.

ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે
હાલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે. આ તરફ હવે લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીને લઈ BJP સક્રિય છે તો આ વખતે INDIA ગઠબંધન ભાજપની આગેવાની હેઠળની NDAને ચૂંટણીમાં પડકારવા ઊભું છે. આ મહાગઠબંધનમાં 28 વિપક્ષી પાર્ટીઓ સામેલ છે. આવી સ્થિતિમાં ભાજપ છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં પોતાની જીતના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેઓ ભાજપ નેતાઓ સાથે બેઠક યોજી શકે છે.

મંગળવારથી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

આ રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધિત
આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ વડાપ્રધાનનાં હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે.  જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સીટી, રાજ ભવન રોડ અને મોર્ચા સ્કવોડનો સમાવેશ થાય છે. બંદોબસ્તમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP. 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોર્ડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતનાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તહેનાત રહેશે. તેમજ વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કીગ ન કરે તે માટે 34 ટ્રાફિક ક્રેઈન પણ શહેરના માર્ગો પર તહેનાત કરવામાં આવી છે.

ગાંધીનગરના આ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. 

Business giants in Gujarat's courtyard: Special preparations by Gujarat Police for security of Vibrant Summit

બુધવારે ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરાયો
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાનાં હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ સમગ્ર વહીવટી તંત્ર ત્રણ દિવસ કાર્યક્રમોમાં વ્યસ્ત હોઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  આ બાબતે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. જેથી સરકારી કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારોને ધક્કો ન ખાવો પડે તેમજ તેમનો સમય ન બગડે. 

વધુ વાંચોઃ ચૂંટણીમાં ભાજપ કેમ ભલભલા પક્ષને હંફાવી નાખે છે? મનસુખ વસાવાએ ખોલ્યું રહસ્ય, જાણો શું છે રણનીતિ

ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર
વાયબ્રન્ટ સમિટને લઈ અધિકારીઓ વ્યસ્ત છે. જેને લઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારથી સરકારી કચેરી સવારે 10.30 ની જગ્યાએ બપોરે 12 કલાકે શરૂ થશે. સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી આ બાબતે લોકોને જાણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ