બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Why does BJP upset the party in elections? Mansukh Vasava revealed the secret, know what is the strategy
Last Updated: 10:45 AM, 8 January 2024
ADVERTISEMENT
ગત રોજ આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગત રોજ ભરૂચની મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમજ ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવે કે ગમે તે કરે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું. આમ આદમી પાર્ટી લોકસભાનાં ઉમેદવાર ડિકલેર કરે કે કોંગ્રેસ, ભાજપ તેમનાં કામોને લઈ જીતે છે.
ADVERTISEMENT
ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
તો આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. અમારા ભાજપનાં કોઈપણ કાર્યકર બુથ સુધી પહોંચે છે. આપ વાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું પણ એવું નહિ ચાલે. આજે આ લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાઈવા નથી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ PM મોદીનું આજે ગુજરાતમાં આગમન: નેતાઓ સાથે યોજી શકે છે ચૂંટણીલક્ષી બેઠક, લોકસભા ચૂંટણીને લઇ ભાજપ સજ્જ
ચૈતરનો ખીલ્લો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે
ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી જીતે છે. બીજી પાર્ટીઓ મફત બધુ આપવાની વાત કરશે પણ કોઈ નીતિ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિજાતિ મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓને તેમનાં હક્કો અપાવ્યા લાભો આપ્યા. મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા કે નાં જોડાય ભાજપનું સંગઠન મજબૂત છે. મહે વસાવાનાં પીઠમાં ખંજપ મારી ધારાસભ્ય બનેલા ચૈતરનો ખીલો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.