બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's arrival in Gujarat today: may hold an election meeting with leaders, BJP is ready for the Lok Sabha elections
Last Updated: 10:05 AM, 8 January 2024
ADVERTISEMENT
વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો આજે વડાપ્રધાન પણ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે મુખ્યમંત્રી, તેમજ પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપનાં નેતાઓ સાથે બેઠક કરી શકે છે.
ભાજપે લોકસભાની જવાબદારીઓ સોંપી
આ વખતે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેવાનાં દ્રઢ નિર્ણય સાથે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. તો બીજી તરફ ભાજપે લોકસભાની ત્રણ બેઠક દીઠ કલસ્ટર બનાવીને ત્રણ પૂર્વ મંત્રી- આઠ નેતાઓનો જવાબદારી પણ સોંપી દીધી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ વાઇબ્રન્ટ સમિટના એક દિવસ પહેલા જ ગુજરાત આવશે PM મોદી, દિગ્ગજ નેતાઓ સાથે આ મુદ્દે કરી શકે છે ચર્ચા
| ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈ | ક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ |
| બાબુભાઈ જેબલિયા | મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ |
| કે.સી.પટેલ | ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ |
| નરહરી અમીન | આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ |
| પ્રદિપસિંહ જાડેજા | વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ |
| ડો.જ્યોતિબેન પંડ્યા | સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ |
| ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ |
| આર.સી.ફળદુ | જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ |
| અમિત ઠાકર (ધારાસભ્ય) | કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.