બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi will come to Gujarat a day before the Vibrant Summit

રાજનીતિ / વાઇબ્રન્ટ સમિટના એક દિવસ પહેલા જ ગુજરાત આવશે PM મોદી, દિગ્ગજ નેતાઓ સાથે આ મુદ્દે કરી શકે છે ચર્ચા

Priyakant

Last Updated: 01:54 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: ગુજરાતમાં ત્રીજી વખત ક્લિન સ્વીપ કરવાનો પ્લાન તૈયાર કરવા માટે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે

  • વાયબ્રન્ટ સમિટ પહેલા PM આવશે ગુજરાત, મોટી બેઠક યોજાશે 
  • લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક્ટિવ 
  • CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ જોડાશે બેઠકમાં 

Vibrant Gujarat 2024 : હાલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે. આ તરફ હવે લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીને લઈ BJP સક્રિય છે તો આ વખતે INDIA ગઠબંધન ભાજપની આગેવાની હેઠળની NDAને ચૂંટણીમાં પડકારવા ઊભું છે. આ મહાગઠબંધનમાં 28 વિપક્ષી પાર્ટીઓ સામેલ છે. આવી સ્થિતિમાં ભાજપ છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં પોતાની જીતના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. ગુજરાતમાં ત્રીજી વખત ક્લિન સ્વીપ કરવાનો પ્લાન તૈયાર કરવા માટે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. વિગતો મુજબ 8મી જાન્યુઆરીની રાત્રે PM મોદી ગાંધીનગર પહોંચશે અને લોકસભાની ચૂંટણીને લઈને મોટી બેઠક યોજશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે. આ બેઠકમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આગળની યોજનાઓ તૈયાર કરવામાં આવશે.

વધુ વાંચો: કાઇટ ફેસ્ટિવલ શરૂ: રામજીની તસવીરવાળો પતંગ સૌથી ઉપર ચગ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવતા લાગ્યા જય શ્રીરામના નારા

લોકસભા બેઠકો અંગેનો પ્લાન તૈયાર
ભાજપે ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ તમામ લોકસભા સીટોને ક્લસ્ટરના રૂપમાં વહેંચી દીધી છે. ત્રણ લોકસભા બેઠકોનું ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે, જેની જવાબદારી 3 પૂર્વ મંત્રીઓ સહિત 8 નેતાઓને સોંપવામાં આવી છે. વડાપ્રધાનનું હોમ સ્ટેટ હોવાના કારણે પાર્ટી ત્રીજી વખત તમામ સીટો જીતવા માંગે છે.

INDIA ગઠબંધન પણ છે એક્ટિવ  
લોકસભા ચૂંટણીને લઈને INDIA ગઠબંધન પણ સક્રિય થઈ ગયું છે. હાલમાં વિપક્ષી પાર્ટીઓમાં સીટની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે.  INDIA ગઠબંધને કેન્દ્રમાં NDAને સત્તા પરથી હટાવવા માટે એક બેઠક, એક ઉમેદવારની ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાની યોજના તૈયાર કરી છે. દરમિયાન કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પણ શરૂ થવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ