બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 14 જિલ્લામાં વરસાદ, જુઓ નુકસાનીનો ચિતાર
Last Updated: 07:44 PM, 13 May 2024
ગુજરાતમાં હજુ ચોમાસાને તો વાર છે. પરંતુ ભર ઉનાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યભરના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં સવારે 6 થી સાંજના 6 સુધીમાં ગુજરાતના 14 જિલ્લામાં વરસાદ વરસ્યો છે
ADVERTISEMENT
જુઓ કયાં કેટલો વરસાદ ?
સવારે 6 થી સાંજના 6 સુધીમાં ગુજરાતના 14 જિલ્લામાં વરસાદ, જુઓ ક્યાં કેટલો?#GujaratRain #VTVGujarati pic.twitter.com/DTTdIBmTkL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2024
ADVERTISEMENT
ગુજરાતમાં આવતીકાલે કયા કયા જિલ્લામાં મેઘ ગર્જનાની આગાહી?#GujaratRain #RainForecast #WeatherForecast #VTVGujarati pic.twitter.com/3xGmh26s9I
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2024
બોટાદમાં પપૈયાના પાકને વ્યાપક નુકસાન
બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. સમઢીયાળા ગામે ભારે પવન સાથે વરસાદ થતાં કેરી અને પપૈયાના પાકને વ્યાપક નુકસાન થયુ. વરસાદ અને પવનને કારણે આંબાની કલમો તૂટી ગઇ. જ્યારે અસંખ્ય કેરીઓ ખરી પડતા મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગાંધીનગરમાં નવા બનતા બિલ્ડિંગ સાઈટના પતરા ઉડ્યા
ગાંધીનગરના વાતાવરણમાં પણ આવ્યો પલટો. પાટનગર ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી થયો. ભારે પવન ફૂંકાયા બાદ ધૂળની ડમરીઓ ઉડી હતી. પોલીસ ભવન પાસે પતરા ઊડીને રોડ પર આવ્યા હતા
દાહોદમાં વૃક્ષ ધરાશાયી થયું
દાહોદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા પાટીયા ઝોલામાં હાઇવે પર વૃક્ષ ધરાશાયી થયું. ગરબાડા પોલીસે વૃક્ષને હટાવી હાઇવે ક્લિયર કર્યો હતો.
મહીસાગરમાં વૃક્ષ ધરાશાયી
મહીસાગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે લુણાવાડા-મોડાસા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ પર થયો ટ્રાફિક જામ થયો હતો. પવન ફૂંકાવાના કારણે રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.
દાહોદમાં કથાનો મંડપ ઉડ્યો
દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. પુરજોરથી પવન ફૂંકાતા કથા અને લગ્નનો મંડપ ઉડવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારો પેથાપર,મીરાખેડી સહિતના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો છે. પોથાપુરમાં ભારે પવન અને વરસાદના પગલે કથાનો મંડપ ઉડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / ભાડાપટ્ટાની જમીનના માલિકી હક અંગે આવ્યા મોટા સમાચાર, મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
Dinesh Chaudhary
લગામ ક્યારે / ખનીજ ચોરો બેફામ, રાષ્ટ્રીય સંપત્તિને કર્યું મોટું નુકસાન, તંત્રના આંખ આડા કાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.