બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Kite festival started: Kite with Ramji's picture flew to the top, CM Bhupendra Patel started flying the kite and raised slogans of Jai Shri Ram.

ઉદ્ધાટન / કાઇટ ફેસ્ટિવલ શરૂ: રામજીની તસવીરવાળો પતંગ સૌથી ઉપર ચગ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવતા લાગ્યા જય શ્રીરામના નારા

Vishal Khamar

Last Updated: 01:34 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નો પ્રારંભ થયો હતો. 7 જાન્યુઆરી થી તા. 14 જાન્યુઆરી સુધી ચાલનારા પતંગ મહોત્સવમાં દિશ-વિદેશમાંથી પતંગબાજો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા.

  • CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ
  • 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાશે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ
  • ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં 55 દેશના 153 પતંગબાજો ભાગ લેશે

આજથી અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ પતંગ મહોત્સવ તા. 7 જાન્યુઆરીથી તા. 14 જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ મહોત્સવમાં 55 દેશનં 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો. તેમજ 12 રાજ્યનાં 68 રાષ્ટ્રીય પતંગબાજો તો ગુજરાતનાં 23 શહેરનાં 856 પતંગબાજોએ ભાગ લીધો છે.  રાજ્ય સરકાર દ્વારા કુલ પાંચ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવ્યો
આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતા રાજ્યનાં મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ જેટલા પતંગો ચગાવ્યા હતા. જેમાં પ્રથમ તો મુખ્યમંત્રીએ સાપની લાંબી પૂછડીવાળો પતંગ ચગાવ્યો હતો. જે બાદ તેઓ દ્વારા I LOVE GUJARAT લખેલ પતંગ ચગાવ્યો હતો.

વધુ વાંચોઃ VIDEO : ગીતા રબારીનું ભજન સાંભળીને ભાવવિભોર થયા PM મોદી, જુઓ "મેરે રામ પ્રભુજી ઘર આયે...''

પતંગ મહોત્સવમાં શ્રી રામનો પતંગ પણ ચગાવવામાં આવ્યો
22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરને લઈ તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ અયોધ્યા રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ અયોધ્યાનાં રામ મંદિરનો પતંગ પણ ચગાવવામાં આવ્યો હતો. તેમજ ભગવાન શ્રી રામનો પણ પતંગ ચગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન શ્રી રામનો પતંગ ચગાવતાની સાથે જ સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામનાં નારાથી ગુંજી ઉઠ્યું હતું. 

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ 
અમદાવાદમાં આજથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે પ્રારંભ થયો હતો.  પતંગ મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતની એડિશન ગુજરાતમાં શરૂ થશે. વડાપ્રધાને 5 ટી એટલે ટેલેન્ટ, ટ્રેડિશન અને ટુરિઝમ છે. આજે દેશનાં ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 40 ટકા છે. જેમાં પતંગનો પણ હિસ્સો રહેલ છે. આજનાં આ પતંગ ઉત્સવનાં પર્વે હું સૌ ને આવકારૂ છું. 

ધોરડોમાં પણ પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે
પતંગ બનાવવાવાળા, પતંગ વેચવાવાળા, ગુંદરપટ્ટી, દોરી રંગવાવાળા, ઊંધિયું અને તલ અને સિંગની ચીક્કી બનાવવાવાળા પણ રોજગારી મેળવે છે. ધોરડોમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે. વડાપ્રધાનનો વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરવા ગુજરાત તૈયાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ