બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સાહેબ, ચોરી કરવા આવ્યા, લોકોએ શટર પાડ્યું, બચાવો' સોનીની દુકાનમાં ફસાયેલા ચોરે પોલીસને ફોન કર્યો
Last Updated: 03:47 PM, 20 August 2026
ઉમરગામના સંજાણ બજારમાં રાત્રિના સમયે બે તસ્કરો જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. સંજાણની બજારમાં આવેલ બીજે જ્વેલર્સમાં મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકોને શંકા જતા તેમણે બહારથી શટર પાડી દીધું હતું. શટર બંધ થઈ જતા બંને તસ્કરો દુકાનની અંદર જ ફસાઈ ગયા હતા.
ADVERTISEMENT
ચોરે અંદર જતાં જ લોકોએ પાડ્યું શટર
સંજાણ ના આ જ્વેલર્સમાં ચોરીનો પ્લાન ઘડી આ આરોપીઓએ અગાઉ રેકી પણ કરી હતી અને મધરાતે ચોરીના તમામ સામાન લઈને આ જ્વેલર્સ ના શોરૂમમાં ઘૂસી ગયા હતા. જોકે તેમના નસીબમાં કઈ અલગ જ લખ્યું હતું આ બંને આરોપીઓ જ્યારે જ્વેલર્સમાં ચોરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આજુબાજુથી લોકો એકત્ર થઈ ગયા હતા અને માહોલ ગરમ થઈ ગયો હતો.. લોકોની ભીડ અને બહાર સંભળાતા અવાજ થી બંને ચોરો ગભરાઈ ગયા હતા અને અંતે ચોર મચાયે શોર
ADVERTISEMENT
તસ્કરોએ બચવા માટે પોલીસને ફોન કર્યો
આખરે તસ્કરોએ પોલીસને 112 નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શટર ખોલીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને ચોરી કરવા લાવેલો તમામ સાધનો જપ્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.