બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરબપોરે થઈ વરસાદની એન્ટ્રી, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં જામી મેઘમહેર
Last Updated: 02:34 PM, 23 August 2025
Gujarat Rain Forecast : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે આજે બપોરના સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અમદાવાદ શહેરમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને બોડકદેવ સહિતના વિસ્તારોમાં બપોરના સમયે અચાનક જ મેઘરાજાનું આગમન થયું હતું. કાળાડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા મધ્યમથી ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો અનુભવાયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.
ADVERTISEMENT
રાજ્યના પાટનગરમાં પણ વરસાદ શરૂ
આ સાથે આજે ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. દહેગામ, કલોલ અને માણસા ના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાય વરસાદ થયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ ઊભો કર્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરતાં લોકોમાં તૈયારીના ભાવ જોવા મળ્યો છે.
ADVERTISEMENT

સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી મેઘમહેર
ADVERTISEMENT
આ તરફ હવે આપણે જો સૌરાષ્ટ્ર વાત કરીએ તો રાજકોટના ઉપલેટા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીનેમજેઠી, કુઢેચ, તલંગણા, નાગવદર, વરજાંગ, જાળીયા અને ઇસરા જેવા ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદે તોફાન મચાવ્યું છે. શહેરના રાજકમલ ચોક, માણેકપરા અને ટાઉનહોલ વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોમાં અસંતોષ જોવા મળ્યો. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ખાસ કરીને નાના ભંડારીયા ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને જોખમભર્યા માર્ગોથી પસાર થવું પડ્યું. વિધ્યાર્થીઓને પણ જોખમી રીતે પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડ્યું, જ્યાં તેમની સુરક્ષા માટે સ્થાનિક લોકોએ સહકાર આપ્યો. નાના ભંડારીયા ગામમાં આવી સ્થિતિ વર્ષોથી ઊભી છે, પરંતુ હજી સુધી કોઈ સ્થાયી ઉકેલ મળ્યો નથી. વરસાદ સાથે જોડાયેલી આ સમસ્યા હવે માત્ર કુદરતી નહીં, પણ પ્રશાસન માટે પ્રશ્નચિહ્ન બની ગઈ છે.
ADVERTISEMENT

હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
ADVERTISEMENT
રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ અતિભારે વરસાાદની વકી છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, કચ્છ, પોરબંદર, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ભાવનગર અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતવાસીઓ ચેતજો! સપ્ટેમ્બરમાં અનેક જિલ્લાઓ જળબંબાકાર થઈ શકે, કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા, અંબાલાલની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી#gujarat #RainAlert #ambalalpatel #ambalalpatelforecast #ambalalpatelaagahi #gujaratrain #VTVDigital #readmore #vtvcard pic.twitter.com/vIlHfwdFrW
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 23, 2025
ADVERTISEMENT
અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે મેઘા નક્ષત્રમાં પડેલો વરસાદ ખેતી માટે સારો હોય છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાંથી હજુ વરસાદ ગયો નથી. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ શકે, એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પૂર આવવાની અંબાલાલની આગાહી, સપ્ટેમ્બરમાં પણ થઈ જશે જળબંબાકાર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હજુ વરસાદ ગયો નથી. અને તારીખ 23થી 26 દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, મહેસાણા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પંચમહાલ, મહીસાગર, વડોદરા આણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.