બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ટેક્સટાઇલ માર્કેટ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડોનું નુકસાન, સ્થિતિ દયનીય
Priykant Shrimali
Last Updated: 09:14 PM, 23 June 2025
Surat Heavy Rain : ડાયમંડ નગરી સુરતમાં ભારે વરસાદને કારણે જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આવેલ ભારે વરસાદે સુરતને રીતસરનું ઘમરોળ્યું છે. સુરતમાં વરસાદને કારણે રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે. આ તરફ ભારે વરસાદના કારણે બજારો પાણીમાં ડૂબી ગયા છે. સુરતના અનેક વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. આ સાથે કાપડ બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. આ તરફ પાણી ભરાવાના કારણે કાપડના વેપારીએ ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
સુરતના ટેક્સટાઇલ માર્કેટ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડોનું નુકસાન, સ્થિતિ દયનીય#surat #textilemarket #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/FRA3gD7R3o
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2025
ધોધમાર વરસાદમાં હીરાનગરી પાણી-પાણી
ADVERTISEMENT
સુરતમાં ભારે વરસાદને કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. સુરત શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. આ સાથે લોકોનો ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી છે. આ તરફ કાપડ બજારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. પાણી ભરાવો થતા વેપારીઓને મસમોટું નુકસાન થયું છે. વિગતો મુજબ કાપડ બજારમાં વરસાદી પાણીને લઈ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરતમાં આભ ફાટ્યું, 7 ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન, તમામ સ્કૂલમાં રજા
સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ત્યારે ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા DEOએ રજા જાહેર કરવા સૂચના આપી છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.