બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં આભ ફાટ્યું, 7 ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન, તમામ સ્કૂલમાં રજા

જળમગ્ન / સુરતમાં આભ ફાટ્યું, 7 ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન, તમામ સ્કૂલમાં રજા

Vidhata Gothi

Last Updated: 12:51 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Schools Closed: સુરત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એવામાં સુરત ડીઈઓએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.

Surat Heavy Rains: સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ત્યારે ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા DEOએ રજા જાહેર કરવા સૂચના આપી છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.

સમગ્ર સુરત જિલ્લામાં મેઘ મહેર

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સુરતના અડાજણ, એલપી સવાણી પાર્ક, કેનાલ રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે સ્કુલના રસ્તા પર પાણી ભરાતા વાલીઓ હેરાન પરેશાન છે, બાળકોને વાલીઓ જીવના જોખમે સ્કુલેથી લઈ પરત ફર્યા. ભારે વરસાદન પગલે શાળાઓમાં બપોર બાદ રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા આપવાની સૂચના આપવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં વરસાદ

ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. સુરતના તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. સુરતના પલસાણા, બારડોલી, કામરેજ, મહુવા અને માંડવીમાં પણ ભારે વરસાદ થયો છે. ત્યારે કડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બારડોલી, મહુવા, કામરેજ, ઉમરપાડા સહિતના સ્થળે વરસાદ પડયો છે.

સુરત શહેરમાં વહેલી સવારથી મંડાયા મેઘરાજા

સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા. તો રાંદેર-સિંગણપોરને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીની સપાટી 6 મીટરને પાર જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે રસ્તો બંધ થતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે, વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે. અનરાધાર વરસાદને પગલે રસ્તા પર નદી વહેતી થઈ. ડભોલી, સિંગણપોર રોડ પર ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા છે.

Vtv App Promotion

અત્ર, તત્ર, સર્વત્ર વરસાદી માહોલ

સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદ થતા જગતના તાતમાં ખુશી છવાઈ ગઈ છે. સુરતના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, કાપોદ્રા, મહીધરપુરા, મજૂરાગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.

આ પણ વાંચો: વાહન વ્યવહાર ખોરવાયો, બનાસકાંઠામાં તો SDRFની ટીમ તૈનાત કરાઇ, ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યાં જેવી સ્થિતિ

સાર્વત્રિક વરસાદથી નદીઓમાં ઘોડાપૂર

ભારે વરસાદથી ઉમરપાડામાં વીરા નદીમાં પૂરની સ્થિતિ બની ગઈ છે. ચિતલડાથી ગોંડલીયાને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. બ્રિજ પર પાણી ફરી વળતા લોકોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. ભારે વરસાદથી વીરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Heavy Rains Surat Schools Closed
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ