બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat shankarsinh vaghela congress join
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલાને લઇને ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમં જોડાવાની ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે.
હાલ પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓ રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના સતત સંપર્કમાં જોવા મળી રહ્યાં છે. આમ ગમે તે ઘડીએ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.
ADVERTISEMENT
કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઇ તેવી શક્યતા છે. આમ છેલ્લા થોડા દિવસોથી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાની અટકળોએ વેગ પક્ડયો છે.
આમ શંકરસિંહ વાઘેલા સક્રિય થતા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ રાજ્ય દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવા સમાચાર આવી રહ્યાં છે.
ADVERTISEMENT
શંકરસિંહની કોંગ્રેસમાંથી એક્ઝિટની કથા!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.